For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતના રેલવે સ્ટેશન પર ટ્રેનના જનરલ કોચનો દરવાજો ન ખોલતા યુવકની અટકાયત

05:31 PM Jan 10, 2025 IST | revoi editor
સુરતના રેલવે સ્ટેશન પર ટ્રેનના જનરલ કોચનો દરવાજો ન ખોલતા યુવકની અટકાયત
Advertisement
  • ટ્રેન પર પથ્થરમારાની અફવાથી પોલીસ દોડી ગઈ
  • એક પ્રવાસીએ અન્ય કોઈને પ્રવેશ ન આપવા કોચનો દરવાજો બંધ કરી દીધો હતો
  • ટ્રેનના અન્ય પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો

સુરતઃ શહેરના રેલવે સ્ટેશન પર અજમેર-દાદર ટ્રેન ઊભી રહેતા જ જનરલ કોચમાં પ્રવાસીઓએ ચડવા માટે લાઈનો લગાવી દીધી હતી. દરમિયાન ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા એક પ્રવાસીએ અંદરથી ટ્રેનના જનરલ કોચનો દરવાજો બંધ કરીને પ્રવાસીઓએ પ્રવેશવા ન દેતા હોબાળો મચી ગયો હતો. જનરલ કોચમાં જગ્યા હોવા છતાંએ દરવાજો ખોલવામાં આવતો નહતો. બીજીબાજુ ટ્રેન પર પથ્થરમારો થયો હોવાનો ફેક મેસેજ વાયરલ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ત્યારે પ્રવાસીઓને એકઠા થયેલા જોઈને પોલીસે પૂછતાછ કરતા કોઈ યુવાન જનરલ કોચનો દરવાજો ખોલતો ન હોવાનું કહ્યુ હતુ આથી પોલીસે દરવાજો ખોલાવીને યુવાની અટકાયત કરી હતી.

Advertisement

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ સાત દિવસ માટે બંધ છે, ત્યારે એક અને ચાર નંબરના પ્લેટફોર્મ ઉપર મોટાભાગની તેનો દોડાવવામાં આવી રહી છે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર ખાતે અજમેર-દાદર એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હોવાની વાત વચ્ચે રેલવે પોલીસ દોડતી થઇ ગઇ હતી. જોકે, આ વાત અફવા હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ ટ્રેનનો દરવાજો બંધ કરી અન્ય મુસાફરોને પ્રવેશ નહિ આપતાં હોબાળો થયો હોવાનું જાણવા મળ્યું હતું અને આ મામલે યુવકની રેલવે પોલીસે અટક પણ કરી હતી.

રેલવે પોલીસના સૂત્રોના કહેવા મુજબ  સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર અજમેર-દાદર એક્સપ્રેસ ટ્રેન પહોંચી હતી. આ ટ્રેનના જનરલ ડબ્બામાં હોબાળો થયો હતો. આ સાથે જ ટ્રેન પર પથ્થર માર્યો કર્યો હોવાની વાત વહેતી થઈ હતી. જેથી રેલવે તંત્ર એક્શન મોડમાં આવીને તાત્કાલિક પ્લેટફોર્મ 4 પર તાત્કાલિક પહોંચી હતી. જોકે, ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી રવાના થઈ ગઈ હતી. જથી રેલવે પોલીસે વલસાડ પોલીસને જાણ કરી હતી.વલસાડ પોલીસે રેલવે સ્ટેશનથી એક યુવકની અટક કરી સુરત રેલવે પોલીસને સોંપ્યો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, યુવકે સુરત સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બાના દરવાજા અંદરથી લોક કરી દીધા હતા. જેથી અન્ય મુસાફરોને ટ્રેનની અંદર પ્રવેશ કરવા ન મળતાં હોબાળો થયો હતો. આ યુવકે અશ્લીલ હરકત પણ કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી સુરત રેલવે પોલીસે પરવેઝ ઇકબાલ કુરેશી (ઉં.વ 28, રહે. જીવનબાગ મુંબઈ) નામના યુવકની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement