ભૂજના એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 15 પ્રવાસીઓનું બુકિંગ છતાં સીટ ન મળી
- એર ઈન્ડિયા દ્વારા વૈકલ્પિક અન્ય વ્યવસ્થા ન કરાતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા,
- પ્રવાસીઓને બોર્ડિંગ પાસ ન અપાતા હોબાળો મચ્યો,
- ફ્લાઈટની કૂલ બેઠક કરતા વધારે બુકિંગ લેતા અવ્યવસ્થા સર્જાઈ
ભુજઃ કચ્છના ભૂજ એરપોર્ટ પર મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પ્રવાસીઓનું બુકિંગ હોવા છતાયે બોર્ડિંગ પાસ ન અપાયા 15 પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. એર ઈન્ડિયાના સ્ટાફની બેદરકારીને લીધે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. કહેવાય છે. કે, એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેઠકની ક્ષમતા કરતા બુકિંગ વધુ લેવામાં આવ્યું હતું. અને છેલ્લી ઘડી સુધી કોઈ પ્રવાસીની ટિકિટ કેન્સલ ન થતાં 15 પ્રવાસીઓ વધી પડ્યા હતા. અને તેથી તમામને બોર્ડિંગ પાસ આપવા શક્ય નહતું. 15 પ્રવાસીઓને બોર્ડિંગ પાસ ન અપાતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો.
શહેરમાં સવારે મુંબઈ જવા ઈચ્છતા હવાઈયાત્રામાં ભારે હલાકીમાં મુકાઈ ગયા હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ભુજથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ 15થી વધુ મુસાફરોને મૂકીને જતી રહી હતી, કારણ કે ફ્લાઈટમાં સીટની સંખ્યાની સામે મુસાફરોની સંખ્યા વધુ હતી, જેથી સીટ ન હોવાને કારણે 15થી વધુ પ્રવાસીઓ મુસાફરી કરી શક્યા નહોતા. પ્રવાસીઓએ એડવાન્સ બુકિંગ કર્યું હોવા છતાં ફ્લાઇટમાં સીટ ન મળતાં ભારે રોષ જોવા મળ્યો હતો. એર ઈન્ડિયા દ્વારા વૈકલ્પિક અન્ય વ્યવસ્થા ન કરાતાં પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભુજથી મુંબઇ જતી એર ઇન્ડિયની ફ્લાઈટમાં તમામ સીટ ફુલ થઈ જતાં અન્ય 15 જેટલા પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. બેઠક માટેની જગ્યા ના રહેતાં આ ફ્લાઇટ તમામ પ્રવાસીઓને મૂકીને ઊડી ગઈ હતી. બાકી રહેલા પ્રવાસીઓએ આ માટેનાં કારણો જાણવા એર ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ સમક્ષ પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ જ યોગ્ય ઉત્તર મળ્યો ન હતો.