For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 30 IPS સાથે આજે કચ્છના સરહદી વિસ્તારમાં ગ્રામજનોને મળ્યા

05:59 PM Nov 06, 2025 IST | Vinayak Barot
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 30 ips સાથે આજે કચ્છના સરહદી વિસ્તારમાં ગ્રામજનોને મળ્યા
Advertisement
  • હર્ષ સંઘવી ભૂજ પહોંચતા ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયુ,
  • કચ્છના સરહદી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરીને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો
  • કોટેશ્વરમાં હર્ષ સંઘવી જવાનો સાથે સંવાદ પણ કરશે

ભૂજઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે બે દિવસીય કચ્છ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. હર્ષ સંઘવીનું ભુજના સર્કિટ હાઉસ ખાતે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ બાળાઓએ  સંઘવીનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ બાદ સંઘવી  માતાના મઢે જવા રવાના થયા હતા. માતાના મઢે દર્શન કર્યા બાદ આજે બપોર બાદ 30 સિનિયર IPS અધિકારીઓ સાથે સરહદી ગામડાઓની મુલાકાત લઇને ખાટલા કરી હતી

Advertisement

નાયબ મુખ્યમંત્રી સંઘવી આજે લખપત તાલુકાના ભારત-પાકિસ્તાન સરહદ પરના ગામડાઓની મુલાકાત લેશે. તેમની સાથે 30 સિનિયર IPS અધિકારીઓની ટીમ પણ જોડાઈ છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. નાયબ મુખ્યમંત્રી ભુજથી પ્રથમ માતાના મઢ મંદિરે દર્શન કરવા પહોચ્યા હતા. જ્યાં માતાના મઢ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરીને 30 IPS અધિકારીઓ સાથે  લખપત તાલુકાના સરહદી ગ્રામીણ વિસ્તારોની મુલાકાતે જવા રવાના થયા હતા.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સાંજે 6:00 વાગ્યે તેઓ કોટેશ્વર બીઓપી ખાતે જવાનો સાથે સંવાદ કરશે. ત્યારબાદ રાત્રે 7:50 કલાકે કપુરાસીમાં ડિનર લીધા બાદ લોકો સાથે 'ખાટલા બેઠક' યોજી સભા કરશે. તેઓ કપુરાસીમાં છત વિનાના મકાનમાં રાત્રી રોકાણ કરશે.  અને વહેલી સવારે તેઓ ભુજ જવા રવાના થશે. આ મુલાકાત દરમિયાન, સંઘવી સરહદી ગામોના સરપંચો, ગ્રામજનો, સ્થાનિક મહિલાઓ અને યુવાનો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને પડકારોને સમજવાનો પ્રયાસ કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement