For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત સરકારના કર્મચારીઓની 4 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની માગ

06:03 PM Nov 12, 2024 IST | revoi editor
ગુજરાત સરકારના કર્મચારીઓની 4 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની માગ
Advertisement
  • કેન્દ્ર સરકારે દિવાળી પહેલા જ મોંઘવારી ભથ્થુ જાહેર કર્યું હતુ,
  • હવે ડિસેમ્બરમાં નવી મોઘવારી પહેલા ગુજરાત સરકાર નિર્ણય લે તેવી માગ,
  • ગુજરાત સરકાર દર વખતે મોંઘવારી ભથ્થુ જાહેર કરવામાં વિલેબ કરે છે

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા જે-તે વર્ષના જાન્યુઆરી માસ અને જુલાઇ માસની અસરથી તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે દર છ માસે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવતું હોય છે. કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે 4 ટકા ડી.એ. એટલે કે મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું. ગુજરાત સરકાર પણ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ જાહેર કરતી હોય છે. પણ ગુજરાત સરકારે કેન્દ્રના ધોરણે 4 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર ન કરાતા કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

ગુજરાત સરકાર છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી ભથ્થુ જાહેર કરવામાં ઉદાસીનતા દાખવી રહી છે. હાલ નવેમ્બર મહિનાના 12 દિવસ પૂર્ણ થયા છે,  ડિસેમ્બર માસ પૂર્ણ થયે નવી મોંઘવારી જાહેર કરવાનો સમય આવી જતો હોય છે. એટલે હવે જ્યારે નવી મોંઘવારી જાહેર કરવાનો સમય આવી ગયો છે ત્યારે રાજ્ય સરકાર જૂની મોંઘવારી જાહેર કરે તેવી કર્મચારીઓમાં માગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે 4 ટકા ડી.એ.ની જાહેરાત કરાઇ નથી. કેન્દ્ર સરકારે જુલાઇ-24ની અસરથી 4 ટકા મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું.જ્યારે રાજ્ય સરકાર ગત જાન્યુઆરી-24ની અસરવાળું 50 ટકા મોંઘવારી ભથ્થું તેના કર્મચારીઓને ચૂકવે છે. હાલમાં પાંચ-પાંચ માસની મોંઘવારી ચડતર થઇ ગઇ છે. આથી રાજ્ય સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે જુલાઇ-24થી ચડતર મોંઘવારી જાહેર કરવામાં આવે તેવી કર્મચારીઓ અને પેન્શનરોની માંગ છે. ( file photo)

Advertisement

 

Advertisement
Tags :
Advertisement