ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ઘરભાડું ચુકવવા માગ
- કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7માં પગાર પંચ મુજબ ઘરભાડું મળે છે,
- ગુજરાત સરકારે પગાર પંચમાં ઘરભાડું અને મેડિકલ ભથ્થાનો અમલ કર્યો નહોતો,
- શહેરોમાં Z કેટેગરીમાં 10 ટકા, Y કેટેગરીમાં 20 ટકા અને X કેટેગરીમાં 30 ટકા ઘરભાડું ચુકવવાનો નિયમ
અમદાવાદઃ કેન્દ્ર સરકારના ધોરણે ગુજરાત સરકારના કર્મચારીઓને તમામ લાભ આપવામાં આવતા હોય છે. ગુજરાત સરકારે કેન્દ્રના ધારણે સાતમા પગાર પંચનો અમલ કર્યો પણ એમાં ઘરભાડું અને મેડિકલ ભથ્થાનો સમાવેશ ન કર્યો. કેન્દ્ર સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ ઘરભાડુ ચુંકવવામાં આવે છે. આથી ગુજરાત સરકારની કર્મચારીઓએ કેન્દ્રની જેમ સાતમા પગાર પંચ મુજબ ઘરભાડું ચુકવવાની માગણી કરવામાં આવી છે.
ગુજરાત સરકાર તેના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે પગારપંચ,મોંઘવારી ભથ્થુ અને ઘરભાડું ચુકવતી હોય છે. અને એ માટે સમયાંતરે રાજ્ય કક્ષાએથી ઠરાવ કરવામાં આવતા હોય છે. સને, 2016માં સાતમા પગારપંચનો રાજ્ય સરકારે કેન્દ્રના ધોરણે અમલ કર્યો હતો.પરંતુ એ સમયે ઘરભાડું અને મેડિકલ ભથ્થાનો સ્વીકાર કરાયો નહોતો. જ્યારે મોંઘવારી 50 % ને પાર કરે ત્યારે z કેટેગરીના શહેરોને 10 % ઘરભાડું, y કેટેગરીના શહેરોને 20 % ઘરભાડું અને x કેટેગરીના શહેરોને 30 % ઘરભાડું ચુકવવાનો નિયમ છે આથી મોંઘવારી ભથ્થું હવે 53 % થઇ ગયું છે ત્યારે રાજ્ય સરકાર પણ 10,20 અને 30 % ઘરભાડું ચૂકવે એવી કર્મચારી આલમની માંગ ઊઠવા પામી છે.
રાજ્ય સરકારના કર્મચારીઓના કહેવા મુજબ Z કેટેગરીના શહેરોને 8 % લેખે, Y કેટેગરીના શહેરોને 16 % અને X કેટેગરીના શહેરોને 24 % લેખે ઘરભાડું ચુકવવાનો રાજ્યના નાણા વિભાગે આદેશ જારી કર્યો છે. રાજ્ય સરકારના આ પરિપત્રમાં વંચાણે લીધામાં મુદ્દા નંબર-3માં ભારત સરકારના તા.7/7/2017ના પત્રની ટાંક મારી છે. ભારત સરકારના તા.7/7/2017ના પત્રમાં જોગવાઇ કરવામાં આવી છે કે જ્યારે મોંઘવારી 50 % ને પાર કરે ત્યારે z કેટેગરીના શહેરોને 10 % ઘરભાડું, y કેટેગરીના શહેરોને 20 % ઘરભાડું અને x કેટેગરીના શહેરોને 30 % ઘરભાડું ચુકવાશે. હવે મોંઘવારી ભથ્થું 53 % થઇ ગયું છે ત્યારે 10,20 અને 30 % ઘરભાડું ચૂકવે એવી માંગ ઊઠવા પામી છે. (file photo)