ભારતમાં ટેબ્લેટની માંગમાં વધારો થયો, એક વર્ષમાં ટેબ્લેટ માર્કેટમાં 25 ટકાનો વધારો
ભારતમાં લોકો હવે ટેબ્લેટ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને એવા ટેબલેટ જે 5G નેટવર્કને સપોર્ટ કરે છે અને સારા ફીચર્સ ધરાવે છે. ભારતમાં એપલ, સેમસંગ અને લેનોવો જેવી મોટી કંપનીઓ સૌથી વધુ ટેબલેટ વેચી રહી છે. આગામી સમયમાં ટેબ્લેટનું વેચાણ વધુ વધવાની અપેક્ષા છે. ગયા વર્ષે ભારતમાં ટેબ્લેટના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. એક નવા અહેવાલ મુજબ, ભારતમાં ટેબ્લેટના વેચાણમાં 25%નો વધારો થયો છે.
વર્ષ 2024 માં ભારતના ટેબ્લેટ બજારમાં સારો વિકાસ નોંધાયો છે. એક અહેવાલ મુજબ, ભારતના ટેબ્લેટ બજારમાં વાર્ષિક ધોરણે 25% નો વધારો નોંધાયો છે. આ વૃદ્ધિ મુખ્યત્વે 5G ટેબ્લેટ શિપમેન્ટમાં થયેલા વધારાને કારણે થઈ હતી, જે પાછલા વર્ષ કરતાં 424 ટકા વધુ હતી.
સાયબરમીડિયા રિસર્ચ (CMR) અનુસાર, 2024 માં ભારતના કુલ ટેબ્લેટ બજારમાં એપલનો હિસ્સો 29 ટકા હતો અને તે પ્રથમ ક્રમે હતું. એપલ પછી સેમસંગ અને લેનોવોનો ક્રમ આવે છે, જેમાં અનુક્રમે 28 ટકા અને 16 ટકા હિસ્સો છે.