For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિલ્હીવાસીઓ સાયબર ઠગોના સોફ્ટ ટાર્ગેટ, ચાલુ વર્ષે લગભગ 1000 કરોડની કરી ઠગાઈ

08:00 PM Oct 22, 2025 IST | revoi editor
દિલ્હીવાસીઓ સાયબર ઠગોના સોફ્ટ ટાર્ગેટ  ચાલુ વર્ષે લગભગ 1000 કરોડની કરી ઠગાઈ
Advertisement

નવી દિલ્હીઃ દિલ્હીમાં સાયબર ઠગોએ ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ એરેસ્ટ અને બોસ સ્કેમ જેવા ગુનાઓ કરીને આ વર્ષે અત્યાર સુધીમાં લોકો સાથે લગભગ 1000 કરોડ રૂપિયાની છેતરપીંડી આચરી છે. ગયા વર્ષ (2024) દરમિયાન, રાષ્ટ્રીય રાજધાનીમાં ઠગાઈના કારણે લોકોએ આશરે 1100 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા, જેમાંથી માત્ર 10 ટકા રકમ બેંકોના ખાતાઓમાં સલામત રાખી શકાઈ હતી.

Advertisement

નાયબ પોલીસ કમિશનર વિનિતકુમારે જણાવ્યું કે, "અમે લોકોને સાયબર ગુનાઓની જાણ 1930 હેલ્પલાઈન પર તુરંત કરવા સૂચવીએ છીએ. જ્યારે ભોગ બનેલા વ્યક્તિ ફરિયાદ નોંધાવે અને નાણાંની વિગતો આપે, ત્યારે અમે ઠગાઈમાં ગુમાવેલા નાણાં બેંક ખાતામાં જળવાઈ રહે તે માટે મિલકત કબજામાં રાખવાની કાર્યવાહી શરૂ કરીએ છીએ."

ઈન્ટેલિજન્સ ફ્યુઝન અને સ્ટ્રેટેજિક ઓપરેશન્સ દિલ્હી પોલીસનું મુખ્ય સાયબર ગુના એકમ છે. ભોગ બનેલાઓની ફરિયાદ નોંધાવવા, તપાસ કરવામાં અને સાયબર ફ્રોડને નિયંત્રિત કરવામાં આ એકમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 24 કલાક સક્રિય હેલ્પલાઈન દ્વારા લોકોની મદદ કરાય છે. પોલીસ અને બેંકોના સહયોગથી, ભોગ બનેલા નાણાં બેંકિંગ સિસ્ટમમાં જ જમા કરવામાં આવે છે. એકવાર અદાલતના આદેશ પછી જ ભોગ બનેલાને રકમ પાછી આપી શકાય છે.

Advertisement

પોલીસ અનુસાર, ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ એરેસ્ટ અને બોસ સ્કેમ વર્ષ 2025માં સૌથી પ્રચલિત અને ઊંચી કિંમત ધરાવતા (High-Value) સાયબર ફ્રોડમાં સામેલ છે.

Advertisement
Tags :
Advertisement