For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિલ્હી MCDનાં 12 વોર્ડની પેટાચુંટણીના પરિણામો જાહેર: BJPને બે બેઠકોનો ફટકો

02:03 PM Dec 03, 2025 IST | revoi editor
દિલ્હી mcdનાં 12 વોર્ડની પેટાચુંટણીના પરિણામો જાહેર  bjpને બે બેઠકોનો ફટકો
Advertisement

નવી દિલ્હીઃ દિલ્હીની રાજધાનીમાં 30 નવેમ્બર એ યોજાયેલી દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની 12 વોર્ડની પેટાચુંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થયા છે. આ ચૂંટણીમાં BJPએ 7 બેઠકો, AAPએ 3, કૉન્ગ્રેસે 1 અને અપક્ષે 1 બેઠક જીતી છે. જ્યાં ચૂંટણી યોજાઈ હતી તે 12 પૈકી 9 વોર્ડ અગાઉ BJPના કબ્જામાં હતાં, પરંતુ હવે તે માત્ર 7 વોર્ડ પર સીમિત થઈ ગઈ છે, જે ભાજપા માટે નુકસાન તરીકે જોવાઈ રહ્યું છે. પેટાચૂંટણીમાં મતદાનની ટકાવારી ઓછી રહી હતી, પરંતુ સમગ્ર મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. 580 બૂથ પર મતદાન યોજાયું હતું.

Advertisement

કોર્પોરેશનની વિનોદનગર બેઠક ઉપર ભાજપના સરલા ચૌધરી, દ્વારકા-બી બેઠક ઉપર ભાજપના મનીષા દેવી, અશોકવિહાર બેઠક ઉપરથી ભાજપના વીના અસીજા, ગ્રેટર કૈલાશ બેઠક ઉપરથી ભાજપના અંજુમ મોડલ દિંચાઉ કલા બેઠક ઉપરથી ભાજપના રેખારાની, ચાંદનીમહલ બેઠક ઉપર પક્ષ મોહમ્મદ ઈમરાન, મુંડકા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના અનિલ, સંગમ વિહાર-એ બેઠક ઉપર કોંગ્રેસના સુરેશ ચૌધરી અને શાલીમાર બાગ-બી બેઠક ઉપર ભાજપાના અનીતા જૈન તેમજ દક્ષિણ પુરી બેઠક ઉપર આમ આદમી પાર્ટીના રામ સ્વરૂપ કનોજિયા વિજયી થયા હતા.

2022ની MCD ચુંટણીમાં BJPએ 115 બેઠક જીતી હતી. પક્ષ ઉપચુંટણીમાં 100% સફળતા મેળવવા ઇચ્છતું હતું જેથી બહુમતી વધુ મજબૂત થાય. આ ચૂંટણી મેયર રેખા ગુપ્તા માટે પણ પ્રથમ મોટી પરીક્ષા માનવામાં આવી રહી હતી. ઉપચુંટણીના પરિણામો બતાવે છે કે BJP પોતાની સંપૂર્ણ વોટબૅન્ક પાછી મેળવવામાં સફળ રહી નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement