For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિલ્હી આજે વિશ્વની સૌથી અસુરક્ષિત રાજધાની બનીઃ અરવિંદ કેજરિવાલ

01:50 PM Nov 28, 2024 IST | revoi editor
દિલ્હી આજે વિશ્વની સૌથી અસુરક્ષિત રાજધાની બનીઃ અરવિંદ કેજરિવાલ
Advertisement

નવી દિલ્હીઃ દિલ્હી વિશ્વની સૌથી અસુરક્ષિત રાજધાની હોવાનો દાવો કરીને અરવિંદ કેજરિવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ સાબિત થયા છે. અરવિંદ કેજરીવાલે એક નકશો પણ બહાર પાડ્યો હતો જેમાં તે બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે અમિત શાહના નિવાસસ્થાનના થોડાક કિલોમીટરની અંદર તાજેતરના સમયમાં કેટલી ગુનાહિત ઘટનાઓ બની છે.

Advertisement

કેજરીવાલે કહ્યું, "આજે મારે ભારે હૃદય અને ઉદાસી સાથે આ પ્રેસ કોન્ફરન્સ કરવી છે." દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. મુંબઈમાં ગેંગ વોર જેવું લાગે છે. આજે દિલ્હી વિશ્વની સૌથી અસુરક્ષિત રાજધાની છે. છેલ્લા ત્રણ મહિનામાં યમુના પાર ગેંગવોરમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. 10 વર્ષ પહેલા મને જવાબદારી સોંપવામાં આવી હતી, શાળા, વીજળી, આરોગ્ય, પાણી, મેં આ બધું ઠીક કર્યું. પાણીની સ્થિતિ સુધરી રહી છે. પરંતુ દિલ્હીમાં સુરક્ષાની જવાબદારી કેન્દ્રની છે.

પૂર્વ સીએમ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી અમિત શાહની છે. અમિત શાહ 10 વર્ષમાં કાયદો અને વ્યવસ્થા સુધારવામાં નિષ્ફળ રહ્યા છે. દિલ્હીને રેપ કેપિટલ, ગેંગસ્ટર કેપિટલ કહેવામાં આવે છે. આજે મહિલાઓ અને ઉદ્યોગપતિઓ સૌથી વધુ ડરેલા છે. ગઈકાલે હું એક વેપારીને મળવા માટે નાંગલોઈ ગયો હતો જેમના પર ગોળીબાર થયો હતો. હું માત્ર મળવા ગયો હતો પરંતુ ભાજપના સાંસદો તેમના લોકો સાથે ત્યાં પહોંચ્યા અને મને અટકાવવામાં આવ્યો હતો.

Advertisement

તેમણે વધુમાં જણાવ્યું હતું કે "છેલ્લા એક વર્ષમાં 160 ખંડણીના કોલ આવ્યા છે." કેટલા કોલ આવી રહ્યા છે તે લોકો જણાવશે નહીં. આજે દિલ્હીમાં વેપાર કરવો ગુનો બની રહ્યો છે. આ તમામ ઘટના અમિત શાહના ઘરથી અમુક કિલોમીટર દૂર બની રહી છે. જો અમિત શાહ પોતાના ઘરની 20 કિમીની ત્રિજ્યાને સુરક્ષિત રાખી શકતા નથી તો તેઓ દેશને કેવી રીતે સુરક્ષિત રાખશે?

Advertisement
Tags :
Advertisement