For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિલ્હી ચૂંટણીઃ I.N.D.I.A માં ભંગાણ, SP બાદ હવે TMCએ પણ કોંગ્રેસને બદલે AAPને સમર્થન જાહેર કર્યું

02:30 PM Jan 08, 2025 IST | revoi editor
દિલ્હી ચૂંટણીઃ i n d i a માં ભંગાણ  sp બાદ હવે tmcએ પણ કોંગ્રેસને બદલે aapને સમર્થન જાહેર કર્યું
Advertisement

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન વધ્યું છે, ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણની શકયતાઓ જોવા મલી રહી છે. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારબાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપને હરાવી જોઈએ.

Advertisement

ટીએમસી નેતા કુણાલ ઘોષે કહ્યું કે અમને આશા છે કે દિલ્હીમાં ફરીથી આમ આદમી પાર્ટીની સરકાર આવશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થઈ જશે. આ પહેલા મંગળવારે સપા સુપ્રીમો અખિલેશ યાદવે પણ આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ મંચ શેર કરશે. અખિલેશ યાદવે કહ્યું હતું કે દિલ્હીમાં તેઓ કોંગ્રેસને નહીં પરંતુ આમ આદમી પાર્ટીને સમર્થન આપશે. તેમણે કહ્યું કે માત્ર AAP જ ભાજપને હરાવી શકે છે. આમ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હીની ચૂંટણીમાં ઈન્ડિ એલાયન્સની પાર્ટીઓ કોંગ્રેસથી દૂર થઈને આમ આદમી પાર્ટીના સમર્થનમાં આવી ગઈ છે. મુંબઈ વિધાનસભા ચૂંટણી પછી, ઈન્ડી ગઠબંધનમાં નેતૃત્વની લડાઈ સામે આવી હતી, જે પછી પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આ ગઠબંધનનું નેતૃત્વ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે AAPને સમર્થન આપવાના નિવેદન પર અખિલેશ યાદવને ચેતવણી આપી છે. તેમણે કહ્યું, "જો તે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મને શેર કરશે તો દિલ્હીમાં સપાના મતદારો હંમેશા માટે કોંગ્રેસ તરફ શિફ્ટ થઈ જશે. આ અમારો ફાયદો છે. અરવિંદ કેજરીવાલ હારી રહ્યા છે, તેમાં કોઈ શંકા નથી. અરવિંદ કેજરીવાલના મોટાભાગના મતદારો આ વખતે શીલા દીક્ષિતને યાદ કરી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement