દિલ્હી ચૂંટણીઃ અરવિંદ કેજરિવાલ અને મનિષ સિસોદિયા હાર્યાં
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આજે સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવ્યાં હતા. આ ચૂંટણીના પરિણામે તમામને ચોંકાવી દીધા છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ અને પૂર્વ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના ઉમેદવાર અતિશીની જીત થઈ હતી. આપના સિનિયર નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.
નવી દિલ્હી બેઠક પર ભાજપના પ્રવેશ વર્માએ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. કેજરીવાલ 3182 મતોથી હારી ગયા છે. અરવિંદ કેજરીવાલની હારની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પછી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ હારી ગયા છે. તેમને ભાજપના પ્રવેશ વર્માએ હરાવ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી હારી ગયા હતા. સિસોદિયા 600 મતોથી હારી ગયા છે. લક્ષ્મી નગરથી ભાજપના અભય વર્મા જીત્યા હતા. ભાજપના રવિન્દ્ર સિંહ નેગીએ પટપડગંજ વિધાનસભા બેઠક જીતી લીધી છે. દિલ્હી ચૂંટણી પરિણામોના સત્તાવાર વલણો રાષ્ટ્રીય રાજધાનીમાં ભાજપની વાપસીના સંકેત આપ્યા બાદ ભાજપ કાર્યાલયમાં ઉત્સવનો માહોલ છે.
ભાજપના સાંસદ રવિ કિશને દિલ્હી ચૂંટણીના વલણો પર કહ્યું કે "આ વડા પ્રધાન મોદીની ગેરંટી છે, કોઈ મુખ્યમંત્રીનો ચહેરો નહોતો, આ ભાજપ પર લોકોનો વિશ્વાસ છે. પૂર્વાંચલ અને સમગ્ર દિલ્હીના લોકોનો આભાર. અરવિંદ કેજરીવાલ અને AAP દ્વારા શરૂ કરાયેલ ગંદી રાજનીતિનો અંત આવ્યો છે. હવે દિલ્હી ઝડપથી વિકાસ કરશે..."