For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિલ્હી ચૂંટણીઃ ડો.એસ.જયશંકર અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ કર્યું મતદાન

10:42 AM Feb 05, 2025 IST | revoi editor
દિલ્હી ચૂંટણીઃ ડો એસ જયશંકર અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ કર્યું મતદાન
Advertisement

દિલ્હી ચૂંટણીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. સામાન્ય હોય કે ખાસ દરેક વ્યક્તિ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓએ વહેલી સવારે મતદાન કર્યું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ મતદાન કર્યું. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે ભાજપ આવી રહ્યું છે. તેમણે કહ્યું, "મારું માનવું છે કે આ વખતે દિલ્હીના લોકોએ અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટ સરકાર અને તેમના ભ્રષ્ટ નેતાઓને સત્તા પરથી હટાવીને ભાજપને સત્તામાં લાવવાનો નિર્ણય લીધો છે. આ વખતે મુદ્દો ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને સુશાસનનો છે. હું દિલ્હીના લોકોને તેમના મતનો ઉપયોગ કરવાની અપીલ કરું છું.

Advertisement

કાલકાજી વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ મતદાન કર્યું. આ દરમિયાન તેણીએ કહ્યું, હું દિલ્હીના લોકોને પરિવર્તન માટે મતદાન કરવા વિનંતી કરું છું. લોકો ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી કંટાળી ગયા છે. હવે અહીંના લોકો ખૂબ જ પરેશાન છે. દિલ્હીના લોકો આમ આદમી પાર્ટી અને ભાજપથી કંટાળી ગયા છે. હું કાલકાજીથી જીતવાની છું.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી નિર્માણ ભવનમાં પહોંચ્યા અને મતદાન કર્યું હતું. આ ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના પત્ની ક્યોકો જયશંકરે NDMC સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ, તુઘલક ક્રેસન્ટ ખાતે સ્થાપિત મતદાન મથક પર મતદાન કર્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement