હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

દિલ્હી: વાયુ પ્રદૂષણને પગલે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે મોર્નિંગ વોક બંધ કર્યું

01:20 PM Oct 25, 2024 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી છે. CJI એ કહ્યું છે કે, દિલ્હીમાં વાયુ પ્રદૂષણના વધતા સ્તરને જોતા તેમણે તેમની મોર્નિંગ વોક બંધ કરી દીધી છે. મીડિયા સાથે વાત કરતા ચીફ જસ્ટિસે કહ્યું કે ડોક્ટરે તેમને સવારે વોક કરવાની સલાહ આપી છે પરંતુ દિલ્હીમાં વાયુ પ્રદૂષણને જોતા ઘરની અંદર જ રહેવું વધુ સારું છે.

Advertisement

જસ્ટિસ ચંદ્રચુડ 10 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે

CJI ચંદ્રચુડે કહ્યું કે, મેં 24 ઓક્ટોબરથી મોર્નિંગ વોક કરવાનું બંધ કરી દીધું છે. હું સવારે 4-15 વાગ્યાની આસપાસ મોર્નિંગ વોક કરવા જાઉં છું. પરંતુ વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધ્યા બાદ હું અત્યારે ચાલવા નથી જતો કારણ કે શ્વાસ સંબંધી રોગોથી બચવા માટે ઘરની અંદર જ રહેવું વધુ સારું છે. તમને જણાવી દઈએ કે જસ્ટિસ ચંદ્રચુડ 10 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.

Advertisement

આનંદ વિહાર વિસ્તારની હાલત સૌથી ખરાબ છે

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે આજે સવારે રાજધાનીના અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું હતું. સમગ્ર દિલ્હી-એનસીઆર ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું દેખાય છે. દિલ્હીની હવા ગુણવત્તા સૂચકાંક ખૂબ જ નબળી શ્રેણીમાં છે. દિલ્હીનો સરેરાશ AQI 300 ની આસપાસ છે. તે જ સમયે આનંદ વિહાર વિસ્તારની હાલત સૌથી ખરાબ છે. આનંદ વિહારમાં AQY 400 ને પાર કરી ગયો છે.

આજે દિલ્હીનો AQI 283 નોંધાયો હતો

દશેરાથી દિલ્હીની હવા ઝેરી બની ગઈ છે. આજરોજ સવારે 6 વાગ્યા સુધી દિલ્હીનો AQI 283 નોંધાયો હતો. આનંદ વિહારનો AQI 409 નોંધાયો હતો. આ સિવાય દિલ્હીના ITI શાહદરામાં 302, વજીરપુરમાં 302, ITI જહાંગીરપુરીમાં 323, પંજાબી બાગમાં 304, રોહિણીમાં 313, મુંડકામાં 318, બવાનામાં 310 અને અલીપુરમાં 308 AQI નોંધવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Aajna Samacharair pollutionBreaking News GujaratiChief JusticedelhiDY ChandrachudefollowingGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharStopped the morning walkTaja Samacharviral news
Advertisement
Next Article