રક્ષા મંત્રી રાજનાથ સિંહ સૈનિકો સાથે દિવાળી મનાવશે, રિજિજુ સાથે તવાંગ જવા રવાના થશે
તાજેતરમાં, પડોશી દેશ ચીન સાથે પૂર્વી લદ્દાખમાં LAC પર વર્ષોથી ચાલી રહેલો વિવાદ ઉકેલાયો છે. હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તાર તવાંગમાં દિવાળી મનાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેઓ અરુણાચલ પ્રદેશના તવાંગ જવા રવાના થયા છે.
'સૈનિકો સાથે વાત કરવા આતુર'
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, 'હું અરુણાચલ પ્રદેશની બે દિવસીય મુલાકાતે નવી દિલ્હીથી તવાંગ જવા રવાના થઈ રહ્યો છું. આર્મ્ડ ફોર્સના જવાનો સાથે વાર્તાલાપ કરવા અને બહાદુર ભારતીય સેના અધિકારી મેજર રાલેંગનાઓ બોબ ખાટીંગને સમર્પિત સંગ્રહાલયના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આતુર છીએ.
સંરક્ષણ મંત્રી વાયુ વીર વિજય કાર રેલીને લીલી ઝંડી આપશે
તમને જણાવી દઈએ કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય વાયુસેનાની વાયુ વીર વિજય કાર રેલીને ફ્લેગ ઓફ કરશે. આ રેલી ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠ અને 1999ના કારગિલ યુદ્ધમાં ભારતની જીતના 25 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજીત કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય લડાઇ અને બચાવ કામગીરીમાં ભારતીય વાયુસેનાના ભવ્ય ઇતિહાસ અને બહાદુરી વિશે જાગૃતિ લાવવાનો અને યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો છે.