For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ડીસાની દુર્ઘટનાના ઘેરા પડઘા પડ્યા, અસલાલી-કણભા સહિત 100થી વધુ ફટાકડા ફેક્ટરીઓ પર ચેકિંગ

06:05 PM Apr 02, 2025 IST | revoi editor
ડીસાની દુર્ઘટનાના ઘેરા પડઘા પડ્યા  અસલાલી કણભા સહિત 100થી વધુ ફટાકડા ફેક્ટરીઓ પર ચેકિંગ
Advertisement

ગાંધીનગરઃ ઉનાળાની સીઝન શરૂ થાય એટલે આગ લાગવાના બનાવોમાં સતત વધારો થતો હોય છે, જેના કારણે ઘણી વખત લોકોના જીવ પણ જતા હોય છે. અમદાવાદ જિલ્લા પોલીસે 100થી વધુ ફટાકડાના ગોડાઉન-મેન્યુફેક્ચરિંગ યુનિટમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. અમદાવાદના છેવાડે આવેલ વાંછ ગામ ફટાડકાના ધંધા માટે મિની કાશી ગણવામાં આવે છે. વાંછ ગામ અને એની આસપાસ ફટાકડા બનાવવાની કામગીરી વર્ષોથી ચાલી રહી છે. ગઇકાલે ડીસામાં ખેલાયેલા મોતના તાંડવ બાદ અમદાવાદ જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. ગઇકાલે વિવેકાનંદનગર પોલીસ, કણભા પોલીસ તેમજ અસલાલી પોલીસની ટીમ 100થી વધુ ફેક્ટરીઓમાં જઇને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. આગ બાદ અમદાવાદ જિલ્લા એસીપી ઓમપ્રકાશ જાટના આદેશ બાદમાં પોલીસ હરકતમાં આવી હતી. જિલ્લા એલસીબી, લોકલ ક્રાઇમ બ્રાંચ સહિતની એક સ્પેશિયલ ટીમ બનાવી હતી અને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

Advertisement

ડીસામાં બનેલા કાંડ બાદ અસલાલી, કણભા, વિવેકાનંદનગર પોલીસની ટીમે ફટાકડાની ફેક્ટરીઓમાં સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજિત 100થી વધુ ગોડાઉનને ચેક કરવામાં આવ્યાં હતાં. દિવાળીના સમયે પણ પોલીસ દ્વારા લાઇસન્સ વગર ફટાકડાનો ધંધો કરતા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ગોડાઉનમાં ફાયર સેફ્ટીનાં સાધનો છે કે નહીં, ફટાકડા બનાવવાનું લાઇસન્સ છે કે નહીં જેવા અનેક મુદ્દાઓને લઇને પોલીસ દ્વારા સર્ચ કરાયું હતું. ડીસા અગ્નિકાંડ થયો એ પહેલાં પણ પોલીસ અનેક વખત ચેકિંગ કરે છે. દર મહિને પોલીસ ગમે ત્યારે ફાટાકડાના ગોડાઉનમાં જઇને તપાસ કરતી હોય છે. પોલીસ જે ચેકિંગ કરે એનો એક રેકોર્ડ પણ બનાવવામાં આવે છે. દિવાળીના સમયે સંખ્યાબંધ ફટાકડાના વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા હોઇએ છીએ. આ સિવાય આગના સમયે ફાયર સેફ્ટીનાં સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો એનું પણ શિખવાડતા હોઇએ છીએ.

Advertisement
Advertisement
Tags :
Advertisement