ભારત-બાંગ્લાદેશ વચ્ચે માછીમારોની પરસ્પર મુક્તિ અને પ્રત્યાર્પણનો લેવાયો નિર્ણય
નવી દિલ્હીઃ ભારતે 90 બાંગ્લાદેશી માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. વિદેશ મંત્રાલય દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતે 90 બાંગ્લાદેશી માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું ભારત અને બાંગ્લાદેશ વચ્ચે માછીમારોની પરસ્પર મુક્તિ અને પ્રત્યાર્પણ પ્રક્રિયાનો એક ભાગ છે.
- ભારત દ્વારા કેટલાક બાંગ્લાદેશી માછીમારોની પણ ધરપકડ કરવામાં આવી
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે, તાજેતરના મહિનાઓમાં બાંગ્લાદેશી અધિકારીઓ દ્વારા ઘણા ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. કારણ કે તેઓ ભૂલથી બાંગ્લાદેશી જળસીમામાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા પાર કરી ગયા હતા. એ જ રીતે આ જ કારણસર ભારતીય સત્તાવાળાઓ દ્વારા કેટલાક બાંગ્લાદેશી માછીમારોની પણ ધરપકડ કરવામાં આવી છે. ભારત સરકાર ભારતીય માછીમારોની સલામતી, કલ્યાણ અને સુખાકારીને અત્યંત મહત્વ આપે છે અને આ સંદર્ભે સરકારે બાંગ્લાદેશી કસ્ટડીમાંથી ભારતીય માછીમારોની મુક્તિ સુનિશ્ચિત કરવા સખત મહેનત કરી છે.
- 95 ભારતીય માછીમારોને બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડને સોંપવામાં આવ્યા
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશી અધિકારીઓ દ્વારા 95 ભારતીય માછીમારોને બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડને સોંપવામાં આવ્યા છે. જેઓ 5 જાન્યુઆરી, 2025 ના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડને સોંપશે. તે જ દિવસે 90 બાંગ્લાદેશી માછીમારોને પણ પરસ્પર મુક્તિ અને પ્રત્યાર્પણ કામગીરીના ભાગરૂપે ભારતીય અને બાંગ્લાદેશી કોસ્ટ ગાર્ડ અધિકારીઓ દ્વારા આઝાદ કરવામાં આવશે. માછીમારો અને તેમના જહાજોના પરસ્પર વિનિમયની રચના મુખ્યત્વે બંને બાજુના માછીમારી સમુદાયોની માનવતાવાદી અને આજીવિકાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
(Photo-File)