For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલાની ઘટનામાં મૃત્યુઆંક વધી 17 ઉપર પહોંચ્યો

11:55 AM Nov 21, 2024 IST | revoi editor
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલાની ઘટનામાં મૃત્યુઆંક વધી 17 ઉપર પહોંચ્યો
Advertisement

લાહોરઃ પાકિસ્તાન ફરી એક વખત આત્મઘાતી હુમલાથી હચમચી ઉઠ્યો. બુધવારે એક મોટો આત્મઘાતી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમમાં એક સુરક્ષા ચોકી નિશાન બનાવી છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ આત્મઘાતી હુમલામાં 17 સૈનિકોના મોત થઈ ગયા છે.

Advertisement

એક સત્તાવાર નિવેદનમાં પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે, આ વિસ્તારમાં આતંકવાદીઓનો ખાતમો કરવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આનાથી આતંકવાદીઓમાં ભય ફેલાયો હતો, જેના કારણે તેઓએ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવશે. આ અભિયાન હેઠળ 6 આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. જો કે સેનાએ આ હુમલા પાછળ કોનો હાથ છે તેની વિસ્તૃત વિગતો નથી આપી પરંતુ એક ઈસ્લામિક આતંકવાદી જૂથ હાફિઝ ગુલ બહાદુરે તેની જવાબદારી લીધી છે.

આતંકવાદીઓએ ઉત્તર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા ચોકીમાં વિસ્ફોટકોથી ભરેલા વાહનને અંદર ઘૂસાડી દીધું હતું. ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 17 સૈનિકોના મોત થઈ ગયા છે અને અન્ય કેટલાક ઘાયલ થયા છે.

Advertisement

આ પહેલા શનિવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના કલાત જિલ્લામાં એક સુરક્ષા ચોકી પર થયેલા ઘાતક હુમલામાં સુરક્ષા કર્મચારીઓ સહીત 7 લોકોના મોત થઈ ગયા હતા અને અન્ય 10 લોકો ઘાયલ થયા હતા.

Advertisement
Tags :
Advertisement