For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વિયેતનામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચ્યો 

03:59 PM Nov 23, 2025 IST | revoi editor
વિયેતનામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચ્યો 
Advertisement

નવી દિલ્હી: વિયેતનામના મધ્ય ભાગમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચી ગયો છે. હજુ પણ બાર લોકો ગુમ છે. મુશળધાર વરસાદ અને પૂરના કારણે આ વિસ્તારમાં એક હજાર 154 ઘરો ડૂબી ગયા છે. 80 હજાર 800 હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું છે. આ આપત્તિથી અંદાજે 35 કરોડ 80 લાખ અમેરિકન ડોલરનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે.

Advertisement

વિયેતનામ સરકારે પૂર બાદ પુનર્નિર્માણ કાર્યમાં મધ્ય વિયેતનામના ચાર શહેરો અને પ્રાંતોને મદદ કરવા માટે આશરે એક કરોડ 80 લાખ અમરીકી ડોલરના કટોકટી રાહત ભંડોળને મંજૂરી આપી છે. વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હે મધ્ય પ્રાંતોમાં પૂર અને અન્ય કુદરતી આફતોનો સામનો કરવા માટે પગલાં ઝડપી બનાવવા અપીલ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement