For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આધારકાર્ડ, પાનકાર્ડ અને લાયસન્સમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય ગણાશે નહીં

06:48 PM Feb 17, 2025 IST | revoi editor
આધારકાર્ડ  પાનકાર્ડ અને લાયસન્સમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય ગણાશે નહીં
Advertisement
  • ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
  • જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી તારીખ સાચી માની શકાશે
  • હોસ્પિટલ દ્વારા અપાયેલી તારીખ માન્ય ગણાય

અમદાવાદ:  જન્મ તારીખ માન્ય રાખવા માટે ક્યો દસ્તાવેજ યોગ્ય ગણાય તે માટે એક સૂત્રતા નથી. આધારકાર્ડ, પાનકાર્ડ, કે ડ્રાઈવિંગ લાયસન્સ અથવા તો હોસ્પિટલના સર્ટીને આધારે મ્યુનિ. કે પંચાયતમાંથી મેળવેલું પ્રમાણપત્ર,  ઘણીવાર અલગ અલગ જન્મ તારીખ હોવાથી વિવાદ પણ થતો હતો. ત્યારે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં અનુસાર, આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય, જન્મ મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ એ માન્ય તારીખ ગણાશે. અન્ય પુરાવાઓમાં લખાયેલ તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે પરંતુ હોસ્પિટલના રેકર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. જન્મના દાખલામાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો.

Advertisement

ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું  કે, 'આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાય, જન્મ મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય તારીખ ગણાશે.  જો કે, અન્ય પુરાવાઓમાં લખેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. બીજા ડોક્યુમેન્ટમાં સુધારા વધારા થયા હોય તેવી સંભાવનાઓ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, જન્મના પ્રમાણપત્રમાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજીસ્ટ્રારની સત્તાઓ વિશે પણ ચુકાદામાં અવલોકન કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement