For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

લખતર તાલુકામાં ઘૂડસરના ટોળાની દોડાદોડીથી ખેતીપાકને થતું નુકસાન

06:24 PM Jul 17, 2025 IST | Vinayak Barot
લખતર તાલુકામાં ઘૂડસરના ટોળાની દોડાદોડીથી ખેતીપાકને થતું નુકસાન
Advertisement
  • સીમ વિસ્તારમાં ઘૂંડસરના ટોળેટોળા જોવા મળી રહ્યા છે,
  • વાવેતર કરેલા પાકને થતા નુકસાનથી ખેડૂતોને મુશ્કેલી
  • પાકની રખેવાળી માટૈ ખેડતોને ઉજાગરા કરવા પડે છે

સુરેન્દ્રનગરઃ લખતર તાલુકાના કેટલાક ગામોની સીમમાં આજકાલ ઘૂડસરના ટોળાં ખેતી પાકને નુકસાન કરી રહ્યા છે. જેમાં તાલુકાના ઘણાંદ ગામના ખેડૂતો ઘુડખરના ત્રાસથી મુશ્કેલીમાં મુકાયા છે. ગામની સીમમાં ઘુડખરના ટોળેટોળા ફરતા જોવા મળે છે. ખેડૂતોના ઊભા પાકને ઘુડખરના ટોળા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ખેડૂતોએ દિવસે ખેતી કામ કર્યા બાદ રાત્રે પણ પાકની રખેવાળી માટે ઉજાગરા કરવા પડે છે.

Advertisement

લખતર તાલુકાના ઘણાંદ અને આજુબાજુના ગામની સીમમાં ઘૂડસરોના ત્રાસ અંગે  અનેકવાર રજૂઆતો કરી છે. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આથી ગામના ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે. ખેડૂતોએ સ્થાનિક તંત્રને વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવા માટે વિનંતી કરી છે. ગામના ઉપસરપંચ ભરતભાઈએ જણાવ્યું કે જો સમસ્યાનું સમાધાન નહીં આવે તો ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

જિલ્લાના પાટડી, ખારાઘોડા, ઝીંઝુવાડા સહિતનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે.  કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલુ છે. રણના અફાટ વિસ્તારમાં ઘુડખર અભ્યારણ્ય આવેલુ છે. ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. ઘૂડસર અભ્યારણ્ય હાલ ચોમાસાને કારણે બંધ છે. રણ વિસ્તારમાં પાણી ભરાતા હોવાથી ઘૂડસરો નજીકના મેદાની વિસ્તારોમાં આવી જતા હોય છે. હાલ લખતર તાલુકામાં ઘૂડસરો જોવા મળી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement