For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ-મુંબઈ હાઈવે પર ભરથાણા ટોલનાકા પર રોજની દોઢ કરોડની આવક

06:06 PM Mar 26, 2025 IST | revoi editor
અમદાવાદ મુંબઈ હાઈવે પર ભરથાણા ટોલનાકા પર રોજની દોઢ કરોડની આવક
Advertisement
  • ભરથાણા ટોલનાકા પરથી રોજ 40.000થી વધુ વાહનોની અવર-જવર
  • દેશમાં સૌથી વધુ કમાણી કરનારા ટોપટેનમાં ભરથાણા ટોલનાકાનો સમાવેશ
  • રોજબરોજ ટોલનાકાની આવકમાં થઈ રહ્યો છે વધારો

વડોદરાઃ ટ્રાફિકથી 24 કલાક ધમધમતા અમદાવાદ-મુંબઈ વચ્ચેના નેશનલ હાઈવે પરના કરજણ નજીકના ભરથાણા ટોલનાકાની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ટોલનાકા પરથી રોજ 40 હજારથી વધુ વાહનોની અવર-જવર થતી હોય છે. અને તેના લીધે ટોલનાકાની પ્રતિદિન આવક રૂપિયા દોઢ કરોડની છે. દેશમાં ટોલનાકાની આવકમાં ટોપટેન ગણાતા ટોલનાકાઓમાં ભરથાણા ટોલનાકાનો સમાવેશ થાય છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ  દિલ્હી - મુંબઇ અને અમદાવાદ - મુંબઇ રોડ માર્ગે જવા માટે નેશનલ હાઇવે 48 વાહનો માટે લાઇફ લાઇન ગણાય છે. વાહનોથી 24 કલાક ધમધમતા આ માર્ગ પર કરજણ નજીકનું ભરથાણા ટોલનાકું દેશના ટોપ 10માં આવકમાં પ્રથમ નંબર ગણાય છે. સરકાર માટે કમાઉ દિકરા સમાન આ ટોલનાકા પર દિવસ દરમિયાન 40થી 45 હજાર નાના-મોટા વાહનો પસાર થાય છે. અને આ એક માત્ર ટોલનાકાની દિવસની આવક જ 1.5 કરોડથી વધુ છે.

દેશના સૌથી લાંબા હાઇવે નં. 48 પર દિલ્હી મુ઼બઇ- દિલ્હીની સાથે અમદાવાદ- મુંબઇ- અમદાવાદનો ટ્રાફિક 24 કલાક ધમધમતો હોય છે. ત્યારે ભરથાણા ટોલનાકા પર 24 કલાકમાં દોઢ કરોડ જેટલી આવક સરકારને થાય છે. જે દેશના ટોપ 10 ટોલનાકામાં સૌથી વધુ છે. હાઈવે પર રોજબરોજ વાહનોની સંખ્યા વધી રહી છે. તેના લીધે આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.

Advertisement

હાઈવે ઓથોરિટીના સૂત્રોના કહેવા મુજબ કરજણ નજીક આવેલા ભરથાણા ટોલનાકાની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. 24 કલાકમાં 1.5 કરોડની અંદાજિત આવક થઈ રહી છે. નેશનલ હાઈવે 48 પરથી મુંબઇથી દિલ્હી અને અમદાવાદ તેમજ તરફ વાહનોની અવરજવર રહે છે. 24 કલાકમાં જ 40 થી 45 હજાર વાહનો અહીંથી પસાર થાય છે. જેથી 24 કલાકમાં અંદાજિત 1.5 કરોડની આવક થાય છે.

Advertisement
Tags :
Advertisement