હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની દૈનીક 4000 બોરીની આવક, 20 કિલોનો ભાવ 4100 બોલાયો

04:48 PM Feb 02, 2025 IST | revoi editor
Advertisement

મહેસાણાઃ જિલ્લાના માર્કેટ યાર્ડમાં હાલ રવિ સીઝનના પાકની આવક શરૂ થઈ ગઈ છે. જેમાં ઊંઝા ગંજબજારમાં જીરાની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દૈનિક ધોરણે 4000 બોરીની આવક સાથે સુપર ક્વોલિટી જીરાના ભાવ પ્રતિ મણ રૂ.4000થી 4100 સુધી પહોંચ્યા છે. મિડિયમ ક્વોલિટીના જીરા રૂ.3800-3900 અને એવરેજ ક્વોલિટીના ભાવ રૂ.3600-3700ની રેન્જમાં વેચાઈ રહ્યા છે.

Advertisement

ઊંઝા માર્કેટ યાર્ડ જીરૂ, વરિયાળી, ઈસબગુલ સહિતના પાકની સારી આવક થઈ રહી છે. યાર્ડમાં વરિયાળીનો વેપાર પણ જોરદાર રહ્યો છે. જૂની વરિયાળીની દૈનિક 1200 બોરીની આવક નોંધાઈ છે, જેમાં સુપર ગ્રીન વરિયાળી રૂ.2000-2500, બેસ્ટ ગ્રીન રૂ.1900-2000 અને એવરેજ ગ્રીન રૂ.1600-1700 પ્રતિ મણના ભાવે વેચાઈ રહી છે. નવી વરિયાળીની 1000 બોરીની આવક સાથે સુપર ગ્રીન વરિયાળીના ભાવ રૂ.6000-6500 સુધી પહોંચ્યા છે. જ્યારે ઇસબગૂલની બજારમાં પણ સારી ચહલ-પહલ જોવા મળી છે. દૈનિક 2000 બોરીની આવક સાથે પેકેટ ઇસબગૂલ રૂ.2150-2200 અને ફોરેન બેસ્ટ રૂ.2100-2150 પ્રતિ મણના ભાવે વેચાઈ રહ્યું છે. તલની 500 બોરી આવક સાથે ભાવ રૂ.2200-2350 પ્રતિ મણ નોંધાયા છે. અજમાની બાબતમાં, નવા અજમાની 250 બોરી અને જૂના અજમાની 400 બોરીની આવક સાથે સુપર ગ્રીન અજમાના ભાવ રૂ.2000-2200 પ્રતિ મણની રેન્જમાં સ્થિર રહ્યા છે.

ઊંઝા માર્કેટ યાર્ડમાં ચારે તરફ  જીરાના ઢગલા જોવા મળી રહ્યા છે. દૈનિક ધોરણે 4000 બોરીની આવક સાથે સુપર ક્વોલિટી જીરાના ભાવ પ્રતિ મણ રૂ.4000થી 4100 સુધી પહોંચ્યા છે. મિડિયમ ક્વોલિટીના જીરા રૂ.3800-3900 અને એવરેજ ક્વોલિટીના ભાવ રૂ.3600-3700ની રેન્જમાં વેચાઈ રહ્યા છે. ખેડુતોને પુરતા ભાવ મળતા ખૂશી જોવા મળી હતી.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratidaily revenue of 4000 sacks of cuminGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja SamacharUnjha Market Yardviral news
Advertisement
Next Article