ફિક્સ પગારના કર્મચારીઓના દૈનિક ભથ્થા અને ટ્રાવેલ્સ એલાઉન્સમાં વધારો કરાયો
- નાણા વિભાગ દ્વારા પરિપત્ર જારી કરાયો
- ફિક્સ પગારના કર્મીઓને બહારગામ જવાનું થાય તો હવે રૂ. 200 મળશે
- 12 કલાકથી વધુ રોકાણ માટે રૂ. 240નાં બદલે રૂ. 400 ભથ્થાં તરીકે અપાશે
ગાંધીનગરઃ ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાં ફિક્સ વેતનથી કામ કરતા કર્મચારીઓને દૈનિક ભથ્થા અને ટ્રાવેલ અલાઉન્સમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. અને આ અંગે નાણા વિભાગે પરિપત્ર પણ જારી કરી દીધો છે. આ વધારાને લીધે ફિક્સ પગારથી નોકરી કરતા કર્મચારીઓને લાભ મળશે. ફિક્સ પગાર આધારિત કર્મચારીઓને સરકારી કામકાજ માટે બહાર જવું પડે ત્યારે જો તેઓનું રોકાણ 6 કલાકથી વધુ પણ 12 કલાકથી ઓછું હોય તો તેમને હવેથી રૂ. 120નાં બદલે રૂ. 200 મળશે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વર્ગ-3 અને વર્ગ-4ના ફિક્સ પગાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવીન ઠરાવ મુજબ, ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓના દૈનિક ભથ્થાં (Daily Allowance) અને મુસાફરી ભથ્થાં (Travel Allowance)માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. હવેથી ફિક્સ પગાર આધારિત કર્મચારીઓને સરકારી કામકાજ માટે બહાર જવું પડે ત્યારે જો તેઓનું રોકાણ 6 કલાકથી વધુ પણ 12 કલાકથી ઓછું હોય તો તેમને રૂ. 120નાં બદલે રૂ. 200 મળશે. તેમજ 12 કલાકથી વધુ રોકાણ માટે રૂ. 240નાં બદલે રૂ. 400 ભથ્થાં તરીકે આપવામાં આવશે. આ સુધારો નાણાં વિભાગના અગાઉના 20 ઓક્ટોબર, 2015 અને 28 માર્ચ, 2016ના ઠરાવમાં ફેરફાર કરીને અમલમાં મૂકવામાં આવ્યો છે. (file photo)