બનાસ બેન્કની ચૂંટણીમાં ચેરમેન તરીકે ડાહ્યાભાઈ પીલિયાતર ચૂંટાયા
- બનાસ બેન્કના લાઈસ ચેરમેન તરીકે કેશુભા પરમાર ચૂંટાયા,
- પ્રદેશ ભાજપ દ્વારા ચેરમન-વાઈસ ચેરમાનનો મેન્ડેટ અપાયો હતો,
- વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ બેન્કના ડિરેક્ટર શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા
પાલનપુરઃ એશિયાની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાતા ચેરમેન તરીકે ડાહ્યાભાઈ પીલિયાતર અને વાઈસ ચેરમેન તરીકે કેશુભા પરમાર ચૂંટાયા છે. પ્રદેશ ભાજપ દ્વારા ડાહ્યાભાઈ પીલિયાતર અને કેશુભા પરમારના નામનો મેન્ડટ આપવામાં આવ્યો હતો. અને બન્નેની વરણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસબેંકના ચેરમેન સવસિંહ ચૌધરી અને વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરની ટર્મ પુરી થતા ચૂંટણી યોજાઈ હતી.
એશિયાની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે ડાહ્યાભાઈ પીલિયાતર ચૂંટાયા છે. જ્યારે વાઈસ ચેરમેન તરીકે કેશુભા પરમાર ચૂંટાયા છે. ભાજપે આપેલા મેન્ડેટ મુજબ ચેરમેન, વાઈસ ચેરમેન ચૂંટાયા છે. બનાસ બેન્કના ચેરમેન તરીકે ડાહ્યાભાઈ પીલિયાતર અને વાઈસ ચેરમેન તરીકે કેશુભા પરમાર ચૂંટાતા રિયલ (વોઈસ ઓફ ઈન્ડિયા)ના જોઈન્ટ મેનેજિંગ ડિરેકટર અમૃતભાઈ આલ તેમજ રિવાઈ પરિવાર તરફથી શુભેચ્છા આપવામાં આવી છે.
બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. જે માટે ભાજપ પ્રદેશ ઉપ-પ્રમુખ કૌશલ્ય કુંવરબાએ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બેંકના ડિરેક્ટરોના સેન્સ લીધા હતા. પાલનપુરના ચડોતર ખાતે આવેલા કમલમ કાર્યાલય ખાતે 18 ડિરેક્ટરોના સેન્સ લેવાયા હતા. અઢી વર્ષ અગાઉ બેંકની ચૂંટણી બાદ ભાજપે કાંકરેજના અણદાભાઈ પટેલને મેન્ડેડ આપી ચેરમેન બનાવ્યા હતા. ચેરમેન અણદા પટેલે બેન્કના કર્મચારી અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેતા તેમનો વિરોધ થતાં તેમને ચેરમેન પદ ગુમાવવું પડ્યું હતું. ભાજપે ફરીથી સવસી પટેલને મેન્ટેડ આપી ચેરમેન બનાવ્યા હતા. સવસિંહ ચૌધરીની પ્રથમ ટર્મની મુદત પૂર્ણ થતાં આજે ચૂંટણી યોજાઈ હતી.
બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ એવા શંકર ચૌધરીના અંગત ગણાતા ડાહ્યાભાઈ પીલીયાતર બનાસબેંકના ચેરમેન બને તેવી શક્યતાઓ પહેલેથી જ હતી. ભાજપ કોઈ એક ડિરેકટરને મેન્ડેડ આપી ચેરમેન બનાવશે તે નક્કી હતું. ત્યારે આજે ચૂંટણી માટે પાલનપુર પ્રાંત કચેરીએ બનાસબેંકના 22 ડિરેક્ટરો પહોંચ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ અને બનાસબેંકના ડિરેકટર શંકર ચૌધરી પણ ઉપસ્થિતિ રહ્યા હતા.