For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરા હાઈવે પર આયસર ટેમ્પાએ અડફેટે લેતા સાયકલસવારનું મોત

05:05 PM Oct 01, 2025 IST | revoi editor
વડોદરા હાઈવે પર આયસર ટેમ્પાએ અડફેટે લેતા સાયકલસવારનું મોત
Advertisement
  • અકસ્માતમાં ઘવાયેલો યુવાન તડફતો રહ્યો પણ લોકો મદદે ન આવ્યા,
  • શ્રમિક યુવાન મજૂરી કામ કરી ગુજરાન પરિવારનું ગુજરાન ચલાવતો હતો,
  • પોલીસે ટેમ્પાચાલકની કરી ધરપકડ

વડોદરાઃ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક હાઈવે પર બન્યો હતો. જેમાં તરસાલી બાયપાસથી જાંબુઆબ્રિજ તરફ જતા માર્ગ પર બાલાજી પેટ્રોલ પંપની સામે સાઇકલ સવાર 27 વર્ષીય યુવાનને પૂરપાટ ઝડપે જઈ રહેલા આઇશર ટેમ્પોના ચાલકે અડફેટે લેતાં સાયકલસવાર યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાલાજી પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આઅ બનાવમાં લોકોની માનવતા પણ મરી પરવારી હોવાનું જોવા મળ્યુ હતું. અકસ્માતગ્રસ્ત યુવક રસ્તા પર તડફડતો રહ્યો હોવા છતાં એકપણ વાહનચાલક કે સ્થાનિકલોકો મદદ માટે આવ્યા નહતા.

Advertisement

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, વડોદરા નજીક તરસાલી બાયપાસથી જાંબુઆબ્રિજ તરફ જતા હાઈવે પર બાલાજી પેટ્રોલ પંપની સામે 27 વર્ષીય શ્રમિક યુવાન સાયકલ પર લઈ રહ્યો હતો ત્યારે પૂરફાટ ઝડપે આયશર ટેમ્પાએ સાયકલસવારને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં શ્રમિક યુવાનને માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેનું તત્કાળ મોત થયું હતું.  મૃતક યુવાનનું નામ હસમુખ હોવાનું જાણવા મળ્યું છે. તે મજૂરીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે મૂળ અરવલ્લી જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ઇન્દિરાનગરનો રહેવાસી હતો. છેલ્લા છ મહિનાથી તે વડોદરા શહેરમાં આવીને મજૂરી કામ કરી રહ્યો હતો અને પરિવારનું ભરણપોષણ કરતો હતો.

આ ઘટના વધુ દુઃખદ ત્યારે બની જ્યારે અકસ્માત પછી અડધો કલાક સુધી યુવાન જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો. આસપાસના વાહનચાલકો અને રાહદારીઓએ તેને મદદ કરવાને બદલે માત્ર જોતા રહ્યા હતા.  લોકોની માનવતા પણ મરી પરવારી હોય તેવુ બન્યુ હતુ. લોકો અકસ્માતના ભોગ બનેલી વ્યક્તિને તત્કાળ મદદ પહોંચાડવાને બદલે અવગણના કરી રહ્યા હતા, જોકે ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસનો સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.  આ અકસ્માતમાં આરોપી ટેમ્પોચાલકનું નામ વનરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ છે, જે અહિમા ગામ, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદનો રહેવાસી છે. કપૂરાઈ પોલીસે તેની ધરપકડ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement