For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સાઈબર ક્રાઈમ, ફ્રિઝ થયેલા બેન્ક ખાતા અનફ્રિઝ કરવાનું કૌભાંડ

05:01 PM Oct 30, 2024 IST | revoi editor
સાઈબર ક્રાઈમ  ફ્રિઝ થયેલા બેન્ક ખાતા અનફ્રિઝ કરવાનું કૌભાંડ
Advertisement
  • ગઠિયાઓએ સાઈબર ક્રાઈમનું ભળતુ ઈમેઈલ બનાવ્યુ,
  • પોલીસે ફ્રીઝ કરેલાં બેન્ક એકાઉન્ટ છૂટાં કરવા બેન્કોને નોટિસો મોકલી,
  • સાયબર ગઠિયા છેતરપિંડી કરે તે પહેલાં જ તામિલનાડુથી એકની ધરપકડ

અમદાવાદઃ દેશભરમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે જેમાં ગુજરાત પણ બાકી નથી. સાયબર ગઠિયાઓ અવનવી કરકીબો અપનાવીને લોકોને ઠગીને ઓનલાઈન તેમના બેન્ક ખાતા ખાલી કરી નાંખતા હોય છે. હવે તો સાબર માફિયાઓ સાબર ક્રાઈમ પોલીસને પણ છોડતા નથી. સાયબર ક્રાઈમ દ્વારા ઠગાઈના કેસમાં કેટલાક લોકોના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. તેથી સાઈબર માફિયાઓએ સાઈબર ક્રાઈમ સેલના નામનું ઈ-મેઈલ આઈડી બનાવીને બેન્કોને ઈ-મેઈલથી નોટિસ મોકલીને  ફ્રિઝ કરેલા ખાતા અનફ્રિઝ કરવા જણાવાયુ હતું. સાયબર ક્રાઈમ પોલીસે આ કૌભાંડ પકડી પાડીને તામિલનાડુથી એક શખસને દબોચી લીધો છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ સાયબર ક્રાઈમમાં ગઠિયાઓએ પૈસા ટ્રાન્સફર કરવા ઉપયોગમાં લીધેલા બેન્ક ખાતા પોલીસે ફ્રીઝ કર્યા હતા. આ ખાતા અનફ્રીઝ કરવા માટે સાયબર ક્રાઈમ સેલના નામનું ભળતું સરકારી ઈ-મેઈલ આઈડી બનાવી બેન્કોને નોટિસ મોકલવાનું કૌભાંડ પકડાયું છે. ફરિયાદને આધારે સાયબર ક્રાઈમની ટીમે તમિલનાડુથી પ્રેમરાજ રાજપંડીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી વિમલરાજ ફરાર છે. આરોપીઓ એક પણ એકાઉન્ટ અનફ્રીઝ કરાવી શક્યા ન હતા. તેમણે મહારાષ્ટ્ર પોલીસનું પણ બોગસ આઈડી બનાવ્યું હતું.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, સાયબર ક્રાઈમ દ્વારા જુદા જુદા ગુનામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે વપરાયેલા હજારો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા હતા. તેમાંથી ઈન્ડસ, એક્સિસ,  કોટક, એચડીએફસી અને સીએસબી બેંકના એકાઉન્ટ ધારકો વિરુદ્ધ છેતરપિંડીના પૈસા ટ્રાન્સફર થયા હોવાની અરજીઓ થઈ હતી. આ 5 બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા બેંકોને ઈ-મેઈલ નોટિસ મોકલાઈ હતી. બેન્કોએ સાયબર ક્રાઈમમાં ક્રોસ વેરિફાય કરતાં જાણવા મળ્યું કે, ખાતા અનફ્રિઝ કરવા માટે કોઈ નોટિસ આપી નહીં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સાયબર ક્રાઈમે ઈ-મેઈલ આઈડીની તપાસ કરતાં તે નકલી હોવાનું જાણ‌વા મળ્યું હતું. આથી સાયબર ક્રાઈમના અધિકારીઓએ તપાસ કરીને કૌભાંડનો પડદાફાશ કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement