For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બેન્કના નિવૃત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ 64.41 લાખ ખંખેરી લીધા

05:58 PM Oct 16, 2025 IST | Vinayak Barot
બેન્કના નિવૃત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ 64 41 લાખ ખંખેરી લીધા
Advertisement
  • ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની ઝાળમાં ફસાય છે,
  • તમારા સીમકાર્ડનો મની લોન્ડરિંગમાં ઉપયોગ થયો છે, કહીને ધમકી આપી,
  • CBI અને RBIના લેટર મોકલીને 18 દિવસ વિડીયો કોલ ચાલુ રખાવ્યો

વડોદરાઃ સાયબર ક્રાઈમના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અને ભણેલા-ગણેલા લોકો જ સાબર માફિયાના શિકારનો ભોગ બની રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં બેન્કના એક નિવૃત અધિકારીને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરીને 64.41 લાખ ખંખેરી લીધા છે. આ અંગેની સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

વડોદરાના એક નિવૃત્ત બેંક અધિકારીને સતત વીડિયો કોલ ઉપર ડિજિટલ એરેસ્ટ રાખી 64.41 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બનાવ બનતા સાયબર સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શહેરના મકરપુરા રોડ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વિવેકાનંદે સાયબર ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે,  હું બેંક ઓફ બરોડામાંથી નિવૃત્ત થયેલો છું. ગઈ તા. 23 મે એ કોઈ અજાણી વ્યક્તિએ મને ફોન કરી તમારા આધાર કાર્ડ પરથી અમુક સીમ કાર્ડ એક્ટિવ થયેલા છે અને મની લોન્ડરિંગમાં તેનો ઉપયોગ થયો છે તેમ કહ્યું હતું. ફોન કરનારે એમ પણ કહ્યું હતું કે જો આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવું હોય તો સામે ચાલીને મુંબઈ સાયબર ક્રાઇમમાં ઓનલાઇન ઇન્કવાયરી માંગો તો સારું રહેશે.  ફોન કરનાર વ્યક્તિએ મને વિશાલ ઠાકુર સાથે વાત કરાવી હતી. વિશાલે કહ્યું હતું કે હું તમારો ઇન્વેસ્ટિગેશન ઓફિસર છું. તમારા સીમકાર્ડનો ખોટો ઉપયોગ થયો છે અને હરિયાણા, પંજાબ અને તામિલનાડુ સહિતના રાજ્યોમાં તમારા નામના બેન્ક એકાઉન્ટ ખુલ્યા છે. ત્યારબાદ ફોન પરથી એકાએક વિડીયો કોલ ચાલુ થઈ ગયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે કેનારા બેંકના એક અધિકારીના નામે થયેલા ફ્રોડમાં તમારું નામ ખુલ્યું છે.

સાયબર માફિયાઓએ બેન્કના નિવૃત અધિકારીને કહ્યુ હતું કે,  તમે સિનિયર સિટીઝન છો. નિવૃત બેન્ક અધિકારી છો અને સામેથી તપાસ માંગો છો એટલે તમારી ઈજ્જત સાચવીશું. તમને એરેસ્ટ તો કરવા પડશે જ. પરંતુ અમે ઓનલાઈન ઇન્કવાયરી ચાલુ કરીએ છીએ. ત્યારબાદ તેમણે બેન્ક એકાઉન્ટ ડિપોઝિટ મ્યુચ્યુઅલ ફંડ મિલકતોની માહિતી માગી હતી. વોટ્સએપ ઉપર આધાર કાર્ડ અને ફોટો પણ મંગાવ્યો હતો. ત્યારબાદ સીબીઆઇ અને આરબીઆઈના લેટર પેડ ઉપર લખાણ મોકલવામાં આવ્યું હતું. જેમાં મારા કેસની ડિટેલ મૂકવામાં આવી હતી અને સહી સિક્કા પણ કરવામાં આવેલા હતા. આરબીઆઈના લેટરમાં 14.98 લાખની રકમ લખી આરટીજીએસ કરવાનું કહેવાયું હતું. જે દરમિયાન ઓડિયો કોલ ચાલુ રખાવ્યો હતો. 18 દિવસ સુધી રોજે રોજ મને વીડિયો કોલ ચાલુ કરાવી મારી દરેક પ્રવૃત્તિની વિગતો મેળવવામાં આવતી હતી અને કોઈ કારણસર કટ થાય તો કારણ પણ દર્શાવવું પડતું હતું.

Advertisement

નિવૃત અધિકારીએ કહ્યું છે કે, મારી પાસે ચાર વખત આરટીએસ કરાવી કુલ 64.41 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. મેં આ રકમ પરત માગતાં ઠગોએ તમારી રિક્વેસ્ટ સ્વીકારી છે તેમ કહી લાસ્ટ ટ્રાન્ઝેક્શન પેટે 14.38 લાખ ટ્રાન્સફર કરવાનો આગ્રહ રાખ્યો હતો. જેથી મને શંકા જતા સાયબર સેલને જાણ કરી હતી અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરી છે.

Advertisement
Tags :
Advertisement