For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સાયબર ઠગોએ વૃદ્ધને મની લોંડરીંગના કેસમાં ફસાવવાની ધમકી આપીને પડાવ્યાં લાખો રૂપિયા

07:00 PM Jun 06, 2025 IST | revoi editor
સાયબર ઠગોએ વૃદ્ધને મની લોંડરીંગના કેસમાં ફસાવવાની ધમકી આપીને પડાવ્યાં લાખો રૂપિયા
Advertisement

રાજસ્થાનમાં જયપુરના માનસરોવર વિસ્તારમાં સાયબર છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સંતોષ કુમાર નામના 75 વર્ષીય વૃદ્ધની "ડિજિટલ એરેસ્ટ" કરવામાં આવી હતી અને 23.56 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ તેમને ખોટા મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી અને માનસિક દબાણ બનાવીને ત્રણ દિવસ સુધી વર્ચ્યુઅલ રીતે કેદમાં રાખ્યા હતા.

Advertisement

23 મેના રોજ સવારે 9:44 વાગ્યે, સંતોષ કુમારને બે અજાણ્યા નંબરો પરથી ફોન આવ્યા હતા. એક કોલરે પોતાને કોલાબા પોલીસ સ્ટેશન (મુંબઈ) ના અધિકારી સંજય કુમાર તરીકે ઓળખાવ્યો હતો અને દાવો કર્યો હતો કે સંતોષનો મોબાઇલ નંબર 2.8 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ઉપયોગમાં લેવાયો છે. આ સાથે, તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમના નામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ પછી, છેતરપિંડી કરનારાઓએ સંતોષને એક વીડિયો કોલ સાથે જોડ્યા હતા. તેમાં તેમને ડરાવવામાં આવ્યાં હતા.

દરમિયાન ગંભીર બીમારીથી પીડાતા સંતોષ કુમાર ભય અને મૂંઝવણના સરી પડ્યા હતા. આ માનસિક દબાણ હેઠળ, તેમણે 23.56 લાખ રૂપિયા અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે પૈસા ખતમ થઈ ગયા, ત્યારે આરોપીએ તેમને 20 લાખ રૂપિયાની FD તોડવા માટે સમજાવ્યા હતા.

Advertisement

જ્યારે સંતોષ કુમાર FD તોડવા માટે બેંક પહોંચ્યા, ત્યારે બેંક મેનેજરને શંકા ગઈ હતી. જ્યારે તેમણે આખી વાત સાંભળી, ત્યારે તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ અંગે શિપ્રાપથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને કેસ હવે સાયબર ક્રાઈમ યુનિટ પાસે છે.

Advertisement
Tags :
Advertisement