For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક, હવાઈ સેવાઓ ખોરવાઈ

05:39 PM Dec 26, 2024 IST | revoi editor
જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક  હવાઈ સેવાઓ ખોરવાઈ
Advertisement

આજે ગુરુવારે જાપાન એરલાઇન્સ પર મોટો સાયબર હુમલો થયો હતો. સાયબર હુમલાખોરોના આ કૃત્યને કારણે મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સને અસર થઈ છે. આ સાયબર હુમલો સ્થાનિક સમય અનુસાર સવારે 8:56 વાગ્યે થયો હતો. જેના કારણે એરલાઇન્સની આખી સિસ્ટમ પડી ભાંગી હતી.

Advertisement

  • ટિકિટનું વેચાણ બંધ

એરલાઈન્સના પ્રવક્તાએ સાઈબર હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે સિસ્ટમને સુધારવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ ડોમેસ્ટિક ઈન્ટરનેશનલ ફ્લાઈટની ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.

  • નવ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ મોડી પડી

એરલાઇન્સ મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીર છે. જાપાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાયબર એટેકના કારણે જાપાન એરલાઈન્સની નવ ડોમેસ્ટિક ફ્લાઈટમાં વિલંબ થવાના સમાચાર છે. આ સંખ્યા હજુ વધી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement