For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મુન્દ્રા પોર્ટ પર કસ્ટમ વિભાગે 1.11 કરોડની વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાડ્યો

05:18 PM Dec 08, 2025 IST | Vinayak Barot
મુન્દ્રા પોર્ટ પર કસ્ટમ વિભાગે 1 11 કરોડની વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાડ્યો
Advertisement
  • પેકીંગ મટીરીયલ્સ પાછળ સિગારેટના 99 મોટા બોકસ છુપાવ્યા હતાં
  • કસ્ટમના અધિકારીઓએ કન્ટેનરની તપાસ દરમિયાન શંકાસ્પદ પેકિંગ મળી આવ્યું,
  • કસ્ટમ વિભાગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

ભૂજઃ કચ્છના મુન્દ્રા પોર્ટ પર કસ્ટમ વિભાગે 1.11 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી લીધો છે. કસ્ટમ અધિકારીઓની કાર્યવાહીમાં પેકિંગ મટિરિયલ્સ પાછળ સિગારેટના 99 મોટા બોક્સ છુપાવીને જથ્થો લવાતા જપ્ત કરાયો છે. સિગારેટના મોટા બોક્સ કોર પેપર (કોર પેપર) તરીકે દર્શાવીને પેકિંગ મટીરીયલ પાછળ ગોઠવી દેવામાં આવ્યા હતા.

Advertisement

મુન્દ્રા પોર્ટ પર કસ્ટમના અધિકારીઓ દ્વારા એક આયાત કન્ટેનરની તપાસ દરમિયાન શંકાસ્પદ પેકિંગ મળી આવ્યું છે. કન્સાઇનમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેમાં કોર પેપર અને પેકિંગ મટીરીયલ છે, પરંતુ વિગતવાર તપાસમાં તેની પાછળ વિદેશી બ્રાન્ડની સિગારેટના 99 મોટા બોક્સ મળ્યા હતો. આ સિગારેટો ભારતમાં પ્રતિબંધિત અથવા ઊંચા કસ્ટમ ડ્યુટીવાળી છે, જેની કારણે તેમને ગેરકાયદેસર રીતે આયાત કરીને કાળા બજારમાં વેચાણ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. ક્લિયરન્સ પ્રક્રિયા દરમિયાન કસ્ટમ અધિકારીઓને દસ્તાવેજોમાં અનિયમિતતાઓ અને માલની જાહેરાતમાં વિસંગતતા જણાઈ આવી છે. જેના આધારે કન્ટેનરને અટકાવીને ડીટેઇલ્ડ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન X-રે સ્કેનિંગ અને ફિઝિકલ ચેકિંગનો ઉપયોગ કરીને છુપાવેલા બોક્સને ખુલ્લા પાડવામાં આવ્યા હતા. સિગારેટોની અંદાજિત કિંમત 1.11 કરોડ રૂપિયા છે, જેમાં વિવિધ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.

મુન્દ્રા કસ્ટમના અધિકારીઓએ જણાવ્યું કે, "આવી ગેરકાયદેસર આયાતથી દેશની આર્થિક વ્યવસ્થા અને જનઆરોગ્યને નુકસાન પહોંચે છે, અને અમે તપાસને વધુ ઝડપી બનાવીશું. કસ્ટમ વિભાગે આ કેસમાં કસ્ટમ્સ એક્ટ હેઠળ FIR નોંધી છે, જેમાં ગેરકાયદેસર આયાત અને છુપાવણીના આરોપો છે. તપાસમાં આયાતકાર્તા, શિપિંગ એજન્ટ અને ક્લિયરિંગ એજન્ટ્સની ભૂમિકા તપાસવામાં આવી રહી છે. હાલમાં કોઈ ધરપકડ નથી થઈ પરંતુ પ્રારંભિક તપાસમાં દુબઈ અને અન્ય વિદેશી રૂટ પરથી આ માલ આવ્યો હોવાનું સામે આવ્યું છે

Advertisement

Advertisement
Tags :
Advertisement