For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વિશ્વામિત્રી નદીમાં મગરોની વસતી ગણતરી, 4 કલાકમાં 250થી વધુ મગરો દેખાયા

05:44 PM Feb 06, 2025 IST | revoi editor
વિશ્વામિત્રી નદીમાં મગરોની વસતી ગણતરી  4 કલાકમાં 250થી વધુ મગરો દેખાયા
Advertisement
  • રાતના સમયે ટોર્ચનો પ્રકાશ ફેંકીને ચમકતી આંખોથી ગણતરી કરી
  • 230 લોકોની 25 ટીમ વિશ્વામિત્રી નદીમાં ઉતરી
  • ફોરેસ્ટ વિભાગે MSUના પ્રાણીશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓની મદદ પણ લીધી

વડોદરાઃ શહેરના મધ્યમાંથી પસાર થતી  વિશ્વામિત્રી નદી મગરોનું ઘર ગણાય છે. વિશ્વામિત્રી નદીના 27 કિલોમીટરમાં જ્યાં જુઓ ત્યાં મગરો જોવા મળતા હોય છે. નદીને ઊંડી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે પહેલા નદીમાં મગરો કેટલા છે તેની વસતી ગણતરી કરવામાં આવની રહી છે. નદીમાં  8 ઝોન પ્રમાણે મગરની ગણતરી ગઈકાલે બુધવારથી શરૂ કરવામાં આવી છે. સવારે 9થી બપોરે 1 દરમિયાન પહેલીવારની ગણતરી કરી પૂર્ણ કરાઇ હતી. ગણતરીમાં જોડાયેલી સંસ્થાના સૂત્રો મુજબ, પહેલા દિવસે સવારની ગણતરીમાં 250થી વધુ મગરો જોવા મળ્યા હતા. રાત્રીની દરમિયાન પણ ગણતરી કરવામાં આવી હતી. બાળ મગરો રાત્રે નીકળે છે. રાત્રે મગરની આંખ પર ટોર્ચનો પ્રકાશ પાડી ગણતરી થાય છે. વેમાલીથી તલસટ સુધી બે વાર 20 ટીમ દ્વારા ગણતરી કરવામાં આવી રહી છે.  ઉપરાંત 5 ટીમ દ્વારા 17 તળાવમાં પણ ગણતરી કરાશે.

Advertisement

વિશ્વામિત્રીના 27 કિલોમીટરના તટ પર મગરની ગણતરી શરૂ કરવામાં આવી છે. રાજ્યના વન વિભાગે સ્થાપેલા ગીર ફાઉન્ડેશન, પાલિકા અને શહેરની 20થી વધુ એનજીઓએ મગરની ગણતરી શરૂ કરી છે. ફોરેસ્ટ વિભાગે MSUના પ્રાણીશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓની મદદ પણ લીધી છે. વીડિયો-ફોટોગ્રાફીથી મગરોની ગણતરી થઇ રહી છે. શહેરની વિશ્વામિત્રી નદીમાં મગરોની ગણતરી ગઈકાલથી શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા માત્ર મગરના સંરક્ષણ માટે જ નહીં, પણ વૈજ્ઞાનિક અને સામાજિક કારણો માટે પણ અત્યંત મહત્વની છે.

વિશ્વામિત્રી નદીના 27 કિમીના વિસ્તારમાં મગરની ગણતરી માટે 25 ટીમો બનાવવામાં આવી છે, જેમાં દરેક ટીમ 1 કિમી વિસ્તારને કવર કરી રહી છે. ગણતરી ડાયરેક્ટ સાઈટીંગ પદ્ધતિથી કરવામાં આવે છે. દિવસ દરમિયાન, મગરોને જોવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે રાત્રે મગરની ગણતરી કરવા માટે મગરના આંખ પર ટોર્ચનો પ્રકાશ ફેંકીને ગણતરી કરવામાં આવે છે. ગણતરી દરમિયાન, મગરોની સાઈઝ, બખોલ અને તેમની સ્થિતિ નોંધવામાં આવે છે. આ માહિતી સંરક્ષણને મદદરૂપ થાય છે અને મગરોની વસ્તી વિશેની જાણકારી આપે છે.

Advertisement

વિશ્વામિત્રી નદીમાં મગરો હોવાથી આ ઇકોસિસ્ટમનું સંતુલન જાળવવામાં મદદ મળે છે. તેઓ શિકાર તરીકે કાર્ય કરે છે, જે અન્ય જળજીવનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.આ ગણતરીમાં 230 લોકોનો સમાવેશ થાય છે, જેમાં 140 વોલિએન્ટર્સ અને વન વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા સ્થાનિક સમુદાયને જાગૃત કરવા અને જંગલજીવનના સંરક્ષણમાં સહભાગી બનાવવામાં મદદરૂપ થાય છે.

સૂત્રોના કહેવા મુજબ 2019માં થયેલી છેલ્લી ગણતરીમાં 435 મગરો નોંધાયા હતા. આ નવા ડેટા દ્વારા ગીર ફાઉન્ડેશનને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે કે કેવી રીતે આ મગરો તેમના પર્યાવરણમાં જીવંત રહેતા હોય છે. આ રીતે, વિશ્વામિત્રી નદીમાં મગરોની ગણતરી માત્ર એક પ્રક્રિયા નથી, પણ વૈજ્ઞાનિક અભ્યાસ અને સામાજિક જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

Advertisement
Tags :
Advertisement