For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જમ્મુ કાશ્મીરમાં એક અકસ્માતમાં ક્રિકેટરનું મોત

11:25 AM Aug 24, 2025 IST | revoi editor
જમ્મુ કાશ્મીરમાં એક અકસ્માતમાં ક્રિકેટરનું મોત
Advertisement

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક વ્યક્તિએ અચાનક તેની કારનો દરવાજો ખોલ્યો, આ દરમિયાન બાઈકચાલક ક્રિકેટર કારના દરવાજા સાથે અથડાયો હતો. ટક્કર બાદ, ક્રિકેટર રસ્તા પર પડી ગયો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ તેનું મોત નિપજ્યું. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી.

Advertisement

ક્રિકેટરની ઓળખ ફરીદ હુસૈન તરીકે થઈ છે. ક્રિકેટર ફરીદ હુસૈન તેના ટુ-વ્હીલર પર ત્યાંથી પસાર થાય છે, આ દરમિયાન શેરીમાં પાર્ક કરેલી કારનો દરવાજો અચાનક ખુલી ગયો અને ફરીદ કારના ગેટ સાથે અથડાઈ ગયો. આ પછી તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને જમીન પર પડી ગયો. જો કે, ત્યાંથી પસાર થતા લોકો તરત જ તેને મદદ કરવા દોડ્યા. પરંતુ ફરીદનું મોત નિપજ્યું.

Advertisement
Advertisement
Tags :
Advertisement