ઔરંગઝેબની કબરને લઈને વિવાદ વકર્યો, મોટાભાગના લોકો કબર હટાવવાના પક્ષમાં
મહારાષ્ટ્રનું ઓરંગાબાદ શહેરનું નામ મહારાષ્ટ્ર સરકારે સંભાજીનગર વર્ષ ૨૦૨૨ માં જ કરી દીધું છે. તે જુના ઔરંગાબાદમાં ક્રૂર મુઘલ શાસક ઔરંગઝેબની કબર છે. વર્ષ 2025 માં રીલીઝ થયેલી ફિલ્મ છાવા જોયા પછી ઔરંગઝેબ ની વીર મરાઠા સંભાજી અને મરાઠાઓ પર કરેલા અત્યાચોરોને લઈને દેશભરના હિંદુઓમાં ઓરંગઝેબ પ્રત્યે નફરત વધી ગઈ છે.
ઔરંગઝેબની કબર હટાવવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં નિવેદન આપ્યું હતું ત્યારે આ મુદ્દે લગભગ બધા પક્ષો મહારાષ્ટ્રમાં અત્યારે એકમત ધરાવે છે કે ઓરંગઝેબ ની કબર હટાવી દેવી જોઈએ. આમ તો મહારાષ્ટ્રમાં રાજકારણ નફરતથી ભરેલું હોય છે પણ આવા સમયે બધા પક્ષો એક બની ગયા છે. ઔરંગઝેબની કબર હટાવવાનો મુદ્દો અચાનક બે કારણોથી સામે આવ્યો. એક, હિન્દી ફિલ્મ છાવાના કારણે ઔરંગઝેબની ક્રૂરતા લોકોએ જાણી.
બીજું, મહારાષ્ટ્રના જ સમાજવાદી પક્ષના સાંસદ અબુ આઝમીએ ઔરંગઝેબની તરફેણ કરીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. અબુ આઝમીએ ઔરંગઝેબ તરફી નિવેદન આપતા કહ્યું હતું કે, આજકાલ ફિલ્મો દ્વારા આપણને ખોટો ઇતિહાસ બતાવવામાં આવી રહ્યો છે. ઔરંગઝેબે ઘણા મંદિરો બંધાવ્યા. હું તેને ક્રૂર શાસક નથી માનતો. છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેનો સંઘર્ષ ધાર્મિક નહોતો પણ સત્તા અને સંપત્તિ માટેનો સંઘર્ષ હતો. આ નિવેદવથી મહારાષ્ટ્રમાં ભારે વિવાદ શરૂ થયો. આ બાદ અબુ આઝમી વિરુદ્ધ અનેક સ્થળોએ FIR નોંધવામાં આવી. નાગપુરમાં પણ ઓરંગઝેબ ની કબર હટાવવા લોકો રસ્તા પર ઉતારી આવ્યા છે. હિંસા અને તોડફોડ, આગજની થઇ રહી છે.
'છાવા' ફિલ્મમાં જે રીતે ઔરંગઝેબને સંભાજી મહારાજ પર અત્યાચાર કરતો બતાવાયો છે તેનાથી ભલભલાંના રુંવાડા ઊભાં થઈ જાય છે. મહારાષ્ટ્રના સંભાજીનગરમાં આવેલી ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણીએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ કબર દૂર કરવા ઈચ્છા દર્શાવી છે. તેને કોંગ્રેસ, શિવસેના, મનસે, બધાએ સર્વાનુમતે તેને ટેકો આપ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે ઔરંગઝેબની કબર પણ દૂર કરવા માંગીએ છીએ, પરંતુ તે એક રક્ષિત સ્મારક છે. કોંગ્રેસ સરકાર દરમિયાન તેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી રક્ષણ મળ્યું હતું.
યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ મુદ્દે કહ્યું કે, જો કોઈ ઔરંગઝેબને પોતાનો નાયક માને છે તો એ માનસિક વિકૃતિનો શિકાર છે. કોઈ સભ્ય મુસલમાન પરિવાર પણ પોતાના પુત્રનું નામ ઔરંગઝેબ નથી રાખતા. કારણ કે ઔરંગઝેબે પોતાના પિતા શાહજહાંને જ કેદ કરી દીધા હતા. પાણીના એકએક ટીપાં માટે તરસાવ્યા હતા. શાહજહાં એ પોતાની આત્મકથામાં લખ્યું છે કે, આવો ક્રૂર દીકરો કોઈને પેદા ન થાય. કમ સે કમ એ હિન્દુ સારા છે કે જેમાં વૃદ્ધ મા-બાપની સેવા થાય છે ને મૃત્યુ પછી પણ તર્પણ થાય છે. કાશી વિશ્વનાથ મંદિર, મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિર, હજારો મંદિરો ઔરંગઝેબે તોડ્યા હતા. ભારતની આસ્થાને દુભાવી હતી. હજારો હિન્દુઓની કતલ કરી હતી. આવા ક્રૂર ઔરંગઝેબને કોઈ પોતાનો આદર્શ માને તો આવી માનસિક વિકૃતિના ઈલાજનું સૌથી સારું સેન્ટર ઉત્તર પ્રદેશ છે. અહીં આવો, બહુ સારી રીતે ઉપચાર કરી દેશું. આમ આ મુદ્દે રાજનીતિ ચરમસીમા એ છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ઓરંગઝેબની કબર હટશે કે નહિ.