વર્ષ 2047સુધીમાં ભારતને આત્મનિર્ભર દેશ બનાવવામાં લઘુમતી સમુદાયનું યોગદાન મહત્વનું હશેઃ કિરન રિજિજૂ
11:28 AM Mar 26, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ ભારતને વર્ષ 2047 સુધી આત્મનિર્ભર દેશ બનાવવામાં લઘુમતી સમુદાયનું યોગદાન મહત્વનું હશે. લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ નવી દિલ્હીમાં લઘુમતીઓના એક સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે લઘુમતી સમુદાયના શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર પણ ભાર મુક્યો હતો.
Advertisement
કેન્દ્રીય મંત્રી રિજિજૂએ કહ્યું, સરકાર મુસ્લિમ, ઈસાઈ, સિખ,બૌદ્ધ, જૈન અને પારસી એમ છ સૂચિત સમુદાયના વિકાસ માટે અનેક વ્યક્તિગત યોજનાઓ ચલાવીરહી છે. શ્રી રિજિજૂએ રાજ્ય લઘુમતી પંચના તમામ હિતધારકોને લઘુમતી સમુદાયના વિકાસમાટે મહત્વની યોજનાઓના અમલીકરણ માટે શક્ય તમામ નાણાકીય સહાય પૂરી પાડવાનું આશ્વાસન પણ આપ્યું હતું.
Advertisement
Advertisement