લીમડાના પાનનું દરરોજ સવારે સેવન કરવાથી મોટાભાગની બીમારી દૂર ભાગે છે
આયુર્વેદિક દૃષ્ટિકોણથી લીમડો ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. લીમડાનો સ્વાદ ભલે કડવો હોય, પણ તેમાં ઘણા ઔષધીય ગુણો છે, જે સ્વાસ્થ્ય માટે સારો છે. આયુર્વેદ અનુસાર, જો સવારે ખાલી પેટે લીમડાના પાનનું સેવન કરો છો તો શરીરના અડધા રોગો મટી જાય છે. જાણીએ કે સવારે ઉઠીને સૌથી પહેલા લીમડાના પાન ખાવાથી અન્ય કયા ફાયદા થાય છે.
• ખાલી પેટે લીમડાના પાન ખાવાના ફાયદા
બ્લડ સુગર કંટ્રોલઃ ખરાબ લાઇફસ્ટાઇલને કારણે, ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જોકે, લોકો હજુ પણ ઘરેલું ઉપચારમાં માને છે. આ ઘરેલું ઉપચારોમાંનો એક છે સવારે ખાલી પેટે લીમડાના પાન ખાવા. આવું કરવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
લોહી સ્વચ્છ રાખવું : લીમડામાં એવા ઔષધીય ગુણો છે જે લોહીને સંપૂર્ણપણે સાફ કરે છે. તે લોહીમાંથી ઝેરી તત્ત્વો દૂર કરીને લોહીને ડિટોક્સ કરે છે. આથી જો તમારું લોહી સ્વચ્છ હોય તો તમને કોઈપણ રોગ થવાની શક્યતા ઘટી જાય છે.
પેટ માટે ફાયદાકારક : લીમડાને ફક્ત આપણી ત્વચા માટે જ નહીં પરંતુ પેટ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા ગુણધર્મો એસિડિટી ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે. તેના માટે સવારે ખાલી પેટે લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી એસિડિટી અને પેટના દુખાવામાં રાહત મળે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદાકારક : લીમડાના પાનમાં ઘણા પ્રકારના વિટામિન, ખનિજો અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તેનો ઉપયોગ શરદી અને ફ્લૂ જેવા રોગોને મટાડવા માટે થાય છે.