For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બંધારણ તમામ કસોટી ઉપર ખરુ ઉતર્યું છેઃ નરેન્દ્ર મોદી

12:42 PM Dec 29, 2024 IST | revoi editor
બંધારણ તમામ કસોટી ઉપર ખરુ ઉતર્યું છેઃ નરેન્દ્ર મોદી
Advertisement

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 117માં સંબોધનમાં બંધારણને લઈને ઘણી વાતો કહી હતી. આ દરમિયાન તેમણે મહાકુંભ અને પ્રયાગરાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, આપણા બંધારણ નિર્માતાઓએ આપણને જે બંધારણ સોંપ્યું છે તે સમયની કસોટી પર ખરું ઉતર્યું છે. તેમણે કહ્યું, "26 જાન્યુઆરી, 2025 ના રોજ, આપણા બંધારણને અમલમાં આવ્યાને 75 વર્ષ થવા જઈ રહ્યા છે. આ આપણા બધા માટે ખૂબ જ ગર્વની વાત છે."

Advertisement

પીએમ મોદીએ કહ્યું, "દેશના નાગરિકોને બંધારણની ધરોહર સાથે જોડવા માટે, http://constitution75.com નામની એક વિશેષ વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. આમાં તમે બંધારણની પ્રસ્તાવના વાંચ્યા પછી તમારો વીડિયો અપલોડ કરી શકો છો. વિવિધ ભાષાઓમાં બંધારણ વાંચી શકે છે, બંધારણ વિશે પ્રશ્નો પણ પૂછી શકે છે." વડાપ્રધાને મન કી બાતના શ્રોતાઓને, શાળાઓમાં ભણતા બાળકો અને કોલેજમાં જતા યુવાનોને આ વેબસાઈટનો ભાગ બનવા વિનંતી કરી હતી.

પીએમ મોદીએ હાલમાં જ પ્રયાગરાજની મુલાકાત લીધી હતી. મન કી બાત કાર્યક્રમમાં તેમણે મહાકુંભની તૈયારીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, "મહાકુંભની વિશેષતા માત્ર તેની વિશાળતામાં જ નથી, પરંતુ તેની વિવિધતામાં પણ છે. આ કાર્યક્રમમાં કરોડો લોકો એકઠા થાય છે. લાખો સંતો, હજારો પરંપરાઓ, સેંકડો સંપ્રદાયો, અસંખ્ય અખાડાઓ, દરેક વ્યક્તિ એક સાથે આવે છે. આ પ્રસંગ ક્યાંય ભેદભાવ જોવા નથી મળતો, કોઈ નાનો નથી, વિવિધતામાં એકતાનું આવું દ્રશ્ય દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે.

Advertisement

પીએમ મોદીએ કહ્યું, "મેલેરિયા સ્વાસ્થ્ય પડકારોમાંનો એક હતો. WHO અનુસાર, મેલેરિયાના કેસમાં ઘટાડો થયો છે. ભારતમાં મેલેરિયા ખૂબ જ ઓછો છે." પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં બસ્તર ઓલિમ્પિકનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, બસ્તરમાં અનોખી ઓલિમ્પિકની શરૂઆત થઈ છે. બસ્તર ઓલિમ્પિકથી ત્યાં પહેલીવાર નવી ક્રાંતિનો જન્મ થઈ રહ્યો છે. બસ્તર ઓલિમ્પિકમાં પ્રથમ વખત 7 જિલ્લાના 1 લાખ 65 હજાર ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ માત્ર આંકડા નથી, આ આપણા યુવાનોના સંકલ્પની ગૌરવપૂર્ણ વાર્તા છે."

Advertisement
Tags :
Advertisement