For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીની રાતે ધરપકડ કરી સરઘસ કાઢવા સામે કોંગ્રેસનો વિરોધ

06:06 PM Jan 01, 2025 IST | revoi editor
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીની રાતે ધરપકડ કરી સરઘસ કાઢવા સામે કોંગ્રેસનો વિરોધ
Advertisement
  • કોંગ્રેસના પૂર્વ MLA પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો,
  • પોલીસે પાટિદાર દીકરીને જોયા જાણ્યા વિના આરોપી બનાવી દીધી
  • પોલીસે રાતે 12 વાગે ધરપકડ કરીને સરઘસ કાઢતા વિરોધ

અમરેલીઃ શહેર અને જિલ્લામાં ભાજપના નેતાઓની અંદરોઅંદરની લડાઈ હવે જાહેરમાં થઈ રહી છે. તાજેતરમાં જ  ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવા લખાયેલા લેટર મુદ્દે હવે રાજકારણ વધુ ગરમાયું છે. આ પ્રકરણમાં નેતાના કાર્યાલયમાં ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી પાટિદાર સમાજની દીકરીએ નેતાના કહેવા મુજબ લેટર ટાઈપ કર્યો હતો, પોલીસે પાટિદાર યુવતીની ધરપકડ કરીને કથિતરીતે સરઘન કાઢતા રાજકીય માહોલ ગરમાયો છે. આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખોડધામના પ્રમુખ નરેશ પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, કુવારી દીકરીને જોયા જાણ્યા વગર ગુનેગાર બનાવવામાં આવી છે. જેની રાત્રે 12 વાગ્યે ધરપકડ કરીને અમરેલી શહેરના મુખ્ય રસ્તા પર સરઘસ કાઢી ભાજપના પટેલ સમાજ જ આગેવાએ પોતાનો અહમ સંતોષવા આવું કૃત્ય કર્યું છે. જોકે, આ આ મામલે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું છે કે, આરોપી વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયાનું પૂરતું પાલન કરવામાં આવ્યું છે.

Advertisement

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખોડધામના પ્રમુખ નરેશ પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, અમરેલી જિલ્લામાં ભાજપના અંદરો અંદર ગ્રુપમાં લેટરકાંડ થયો છે. જેમાં એક પટેલ સમાજની દીકરીને આરોપી બનાવવામાં આવી છે. જે એક ઓપરેટર તરીકે કામ કરતી હતી, જેણે પોતાના માલિકના કહેવા પ્રમાણે લેટર ટાઇપ કર્યો હતો, એનો ઇરાદો કોઇને બદનામ કરવાનો નહોતો. અમરેલી ભાજપના આગેવાનો દ્વારા આ કુવારી દીકરી છે ને જોયા જાણ્યા વગર આરોપી બનાવવામાં આવી છે. અને પોલીસ રાત્રે 12 વાગ્યે આ દીકરીની ધરપકડ કરી અમરેલી શહેરના મુખ્ય રસ્તા પર સરઘસ કાઢ્યું છે. ભાજપના પટેલ સમાજ જ આગેવાનો પોતાનો અહમ સંતોષવા આવા કૃત્ય કરી રહ્યા છે.

પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પત્રમાં વધુ જણાવ્યું છે કે, અમરેલી જિલ્લામાં અનેક ગુનેગારો બેફામ ફરે છે દારૂ, ખનીજ ચોરી અને હત્યાઓ જેવી પ્રવૃતીઓ છાશવારે સામે આવે છે. પોલીસ આવા આરોપીઓનું ક્યારેય સરઘસ નથી કાઢતી અને ફોટા પણ વાયરલ નથી કરતી. રાત્રે મહિલાની ધરપકડ કરવી એ ગેરબંધારણીય છે. પટેલ સમાજના આગેવાનોને બહાર આવી આ દીકરીને સાથ સહકાર આપવો જોઈએ અને આવી રીતે બિનઅધિકૃત રીતે સરઘસ કાઢનાર અધિકારી સામે કરડ પગલાં ભરવા સરકાર પાસે મારી માંગ છે.

Advertisement

આ અંગે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયાનું પૂરતું પાલન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેની સાથે અમે સહમત નથી. આરોપીઓને કેટલાક પુરાવા સાથે અમે કોર્ટમાં રજૂ કર્યા છે જેથી કોર્ટએ જેલ હવાલે કર્યા છે. (File photo)

Advertisement
Tags :
Advertisement