હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

નરેન્દ્ર મોદીને વાયનાડથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસનો ખુલ્લો પડકાર

04:00 PM Jun 18, 2024 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ વાયનાડ લોકસભા સીટ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ રાયબરેલીથી સાંસદ રહેશે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને વાયનાડથી પેટાચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. પ્રિયંકા ઉમેદવાર બનતાની સાથે જ કોંગ્રેસે પીએમ મોદીને વાયનાડથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું, મોદીજીએ પણ વાયનાડથી ચૂંટણી લડવા આવવું જોઈએ, તેમને કોણ રોકી રહ્યું છે?

Advertisement

વાયનાડ છોડીને રાયબરેલીથી સાંસદ રહેવાના રાહુલ ગાંધીના નિર્ણયનો ઉલ્લેખ કરતા પવન ખેડાએ કહ્યું કે અમને આ નિર્ણય ગમ્યો છે. સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. વાયનાડથી બીજેપીના ઉમેદવાર અંગે તેમણે કહ્યું કે, બીજેપીનો કોઈપણ નેતા ત્યાં ચૂંટણી લડવા આવી શકે છે, PM મોદી પણ વાયનાડમાં ચૂંટણી લડવા આવી શકે છે તેમને ચૂંટણી લડવાથી કોણ રોકી રહ્યું છે. વારાણસીમાં સંઘર્ષ સાથે પીએમ મોદી જીત્યાં છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે કોંગ્રેસની બેઠક પછી જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ રહેશે, તેઓ વાયનાડ બેઠક ખાલી કરશે. કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને વાયનાડથી ઉમેદવાર બનાવશે. આ નિર્ણય બાદ રાહુલ ગાંધીએ મંગળવારે સવારે વાયનાડ સીટ પરથી પોતાનું રાજીનામું લોકસભામાં મોકલી દીધું છે. બીજી તરફ પ્રિયંકા ગાંધીએ પણ પાર્ટીના આ નિર્ણયને આવકાર્યો છે.

Advertisement

2019ની જેમ આ વખતે પણ રાહુલ ગાંધી બે બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો જીતી હતી. જો કે, 2019 માં, તેઓ અમેઠી અને વાયનાડથી ચૂંટણી લડ્યા, તેઓ વાયનાડમાં જીત્યા, જ્યારે તેઓ અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે હારી ગયા. આ વખતે કોંગ્રેસે અમેઠીથી રાહુલની જગ્યાએ કેએલ શર્માને ટિકિટ આપી છે. કેએલ શર્માએ આ વખતે સ્મૃતિ ઈરાનીને લગભગ 1.5 લાખ મતોથી હરાવ્યા છે.

Advertisement
Tags :
COngresspm modipriyanka gandhi
Advertisement
Next Article