રાજ્યસભામાં કોંગ્રેસે અધ્યક્ષ ધનખડ સામે કર્યાં ગંભીર આક્ષેપ
નવી દિલ્હીઃ રાજ્યસભામાં અધ્યક્ષ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેના કારણે હોબાળો થયો હતો. બીજેપી સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલે આરોપ લગાવ્યો કે સ્પીકર જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે 14 દિવસનો સમય આપવામાં આવે છે અને ત્યારબાદ ગૃહમાં તેની ચર્ચા થાય છે, પરંતુ તે પહેલા જ મીડિયામાં આક્ષેપો થઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસ દ્વારા ઉપરાષ્ટ્રપતિને ક્યારેય સન્માન આપવામાં આવ્યું નથી. રાધા મોહન દાસ અગ્રવાલે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના નેતાઓએ સોશિયલ મીડિયા પર ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. ભાજપના સાંસદે ઉપરાષ્ટ્રપતિના વખાણ કર્યા હતા. આને લઈને વિપક્ષો નારાજ થઈ ગયા હતા. જ્યારે વિપક્ષે હંગામો શરૂ કર્યો ત્યારે અધ્યક્ષે તેના પર નારાજગી વ્યક્ત કરી. તેમજ ટીએમસી સાંસદ ડેરેક ઓ'બ્રાયન પોતાના વિચારો રજૂ કર્યા તો અધ્યક્ષ ગુસ્સે થઈ ગયા અને કહ્યું હતું કે, 'હું એક ખેડૂતનો દીકરો છું અને કોઈપણ કિંમતે નબળો નહીં પડું.'
આ અંગે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 'સદન પરંપરા અને નિયમો અનુસાર ચાલશે અને નિષ્પક્ષ રીતે ચાલશે. ખડગેએ જણાવ્યું હતું કે, 'જો તમે ખેડૂત છો તો હું મજૂરનો દીકરો છું.' ખડગેએ કહ્યું, 'તમે વિપક્ષનું અપમાન કરી રહ્યા છો. અમે તમારા વખાણ સાંભળવા નથી આવ્યા. અમે દેશના મુદ્દાઓ પર ચર્ચા કરવા આવ્યા છીએ.