For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દેશ વિરોધી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન : કિરણ રિજિજુ

05:50 PM Aug 01, 2025 IST | revoi editor
દેશ વિરોધી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન   કિરણ રિજિજુ
Advertisement

નવી દિલ્હીઃ કેન્દ્રિય સંસદીય કાર્ય મંત્રી કિરન રિજિજુએ શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આક્રમક પ્રહાર કર્યાં હતા.. તેમણે રાહુલ ગાંધીના નિવેદનોને ભારત વિરોધી ગણાવ્યા અને કહ્યું કે તેઓ વારંવાર આવા નિવેદનો આપી રહ્યા છે, જે યોગ્ય નથી. કિરન રિજિજુએ જણાવ્યું હતું કે, "સંસદના માનસૂન સત્રના પ્રથમ દિવસે જ વિરોધ પક્ષે હંગામો શરૂ કર્યો હતો. વિરોધ પક્ષની માંગ પર 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા કરવામાં આવી અને તેમાં તમામ પક્ષોએ ભાગ લીધો. જ્યારે કોઈ વિષય પર ચર્ચા પૂરી થાય છે, ત્યારે અલગ-અલગ પક્ષો દ્વારા નોટિસ આપવામાં આવે છે, પરંતુ ચર્ચા શરૂ થતાની સાથે જ તેઓ વેલમાં ઉતરી જાય છે. વિરોધ પક્ષ સંસદ ચાલવા દેતું નથી અને પછી આક્ષેપ કરે છે કે તેમને બોલવા મળતું નથી. હું આ ખોટા આક્ષેપોની નિંદા કરું છું."

Advertisement

રિજિજુએ રાહુલ ગાંધીની ટીકા પણ કરી. તેમણે કહ્યું, "રાહુલ ગાંધી વારંવાર ભારતવિરોધી નિવેદન આપી રહ્યા છે, જે યોગ્ય નથી. અનેક વિરોધ પક્ષના નેતાઓએ પણ આ નિવેદનોની નિંદા કરી છે. કોઈ પણ વ્યક્તિ ભારતની અર્થવ્યવસ્થા અથવા પ્રતિષ્ઠા વિરુદ્ધ અપમાનજનક ભાષા નહી વાપરે. રાહુલ ગાંધી બાળકો નથી, તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે સમજી શકે કે દેશવિરુદ્ધ નિવેદન આપવું કે સંસદનું કામ અટકાવવું યોગ્ય નથી."

કેન્દ્રિય મંત્રી કિરન રિજિજુએ સંસદની કામગીરી અંગે માહિતી આપી અને કહ્યું: "બન્ને સદનોને સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. હું પહેલેથી કહું છું કે તેનો સૌથી મોટો નુકસાન વિરોધ પક્ષના સાંસદોને થાય છે. સરકાર જનતા આશીર્વાદથી અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મજબૂતીથી કામ કરી રહી છે. પરંતુ સંસદ નહીં ચાલવાથી સૌથી વધુ નુકસાન વિરોધ પક્ષના સાંસદોને થાય છે. તેઓ લોકોના પ્રશ્નો ઊઠાવી શકતા નથી."

Advertisement

તેમણે વધુમાં કહ્યું: "સંસદ ના ચાલવાથી વિરોધ પક્ષના મુદ્દાઓ ઉઠાવવામાં આવતા નથી. જે નિયમો અંતર્ગત ચર્ચાની મંજૂરી છે, તેઓ એ નિયમો હેઠળ ચર્ચા કરતા નથી." એસઆઈઆર (SIR) પર ચર્ચાની વિરોધ પક્ષની માંગ પર, રિજિજુએ કહ્યું: "હું સ્પષ્ટ કરવા માંગુ છું કે સરકાર કોઈપણ મુદ્દે નિયમો અનુસાર ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ SIR પર ચર્ચા શક્ય નથી, કારણ કે તે એક બંધારણીય સંસ્થાના દ્વારા થતી પ્રક્રિયા છે અને એવું પ્રથમ વખત નથી થઈ રહ્યું."

Advertisement
Tags :
Advertisement