For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાલનપુર નગરપાલિકા સામે સફાઈ, પાણી અને ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસનું આંદોલન

04:07 PM May 26, 2025 IST | revoi editor
પાલનપુર નગરપાલિકા સામે સફાઈ  પાણી અને ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસનું આંદોલન
Advertisement
  • કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ઘરણાં યોજી દેખાવો કર્યા
  • પોલીસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરોની કરી અટકાયત
  • પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રજુઆત

પાલનપુરઃ શહેરમાં સફાઈ, પાણી સહિતના પ્રશ્ને શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે બીજીબાજુ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર વકરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા નગરપાલિકા સામે ઘરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો અને કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકામાં વિવિધ મુદ્દાઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.

Advertisement

ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈના કામો સંતોષકારક કરવામાં આવતા નથી જાહેર રસ્તાઓ પર કચરાના ઢગલાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાત ઘણા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે. ઘણા વિસ્તારોમાં પુરતા ફોર્સથી પાણી અપાતું નથી, નગરપાલિકાના જન સેવા કેન્દ્રમાં લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી. સર્વર વારંવાર ડાઉન રહે છે અને વેરો ભરવા માટે લોકોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. આ તમામ મુદાને લીધે કોંગ્રેસ દ્વારા ઘરણાનો કાર્યક્રમ નગરપાલિકાની કચેરી સામે યોજવામાં આવ્યો હતો. પોલીસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો અને કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકામાં વિવિધ મુદ્દાઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.

શહેર કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે,  શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. નગરપાલિકા વારંવાર વેરા વધારે છે, પરંતુ નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. આ ઉપરાંત, શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે કોઈ કાર્યવાહી થતી નથી અને પાર્કિંગની સમસ્યા પણ વણઉકેલી રહી છે. કોંગ્રેસના  પ્રદર્શનકારીઓએ પાણી, રસ્તા, સફાઈ અને ભ્રષ્ટાચારના મુદ્દે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. કોંગ્રેસના કાર્યકરોએ આ સમસ્યાઓના નિરાકરણની માંગ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement