For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મમતા બેનર્જી ભાજપના એજન્ટ હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ

02:47 PM Dec 07, 2024 IST | revoi editor
મમતા બેનર્જી ભાજપના એજન્ટ હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ
Advertisement

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે દિલ્હીની આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચીફ મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. એટલું જ નહીં તેમણે મમતા બેનર્જીને ભાજપાના એજન્ટ ગણાવ્યા હતા. ઈન્ડી ગઠબંધનમાં છેલ્લા કેટલાક સમયથી સબ સલામત નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. દિલ્હીમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીઓ ગઠબંધનને બદલે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. બીજી તરફ ઈન્ડી ગઠબંધનમાં કોંગ્રેસની આગેવાનીમાં તમામ વિપક્ષી દળો એકછત નીચે એકઠા થયા હતા. જો કે, ઈન્ડી ગઠબંધનમાં કોંગ્રેસની આગેવાની મામલે મમતા બેનર્જીની પાર્ટીએ સવાલે ઉભા કર્યાં હતા.

Advertisement

ઈન્ડિ એલાયન્સના નેતા બનવાની મમતા બેનર્જીની ઈચ્છા પર સંદીપ દીક્ષિતે જણાવ્યું હતું કે, "વરિષ્ઠ નેતાઓ નક્કી કરશે કે ઈન્ડિ એલાયન્સના નેતા કોણ હશે." તેમણે મમતા બેનર્જી પર કેટલાક ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. મમતા બેનર્જી સળગતા મુદ્દાઓ કેમ ઉઠાવતા નથી. તે સળગતા મુદ્દાઓ પર કેમ કંઈ બોલતી નથી?. મમતા બેનર્જી ભાજપની એજન્ટ છે.

દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અંગે સંદીપ દીક્ષિતે જણાવ્યું હતું કે, શહેરને બગાડનાર એક માત્ર અરવિંદ કેજરીવાલ છે. શહેર એ હકીકત દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે તે રહેવા યોગ્ય છે, તેના માટે કામ કરવા યોગ્ય છે, પરંતુ તેમણે બધું બગાડ્યું છે. હવા, રસ્તા, બધું જ ખરાબ છે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ માટે અરવિંદ કેજરીવાલ અને AAP સરકાર પણ જવાબદાર છે. તેમણે કાયદો અને વ્યવસ્થા સુધારવાની વાત પણ કરી હતી. પોલીસ ભલે કેન્દ્ર સરકારની સાથે હોય, પણ કેજરીવાલના CCTV કેમેરા ગુનેગારને કેમ પકડતા નથી? કોંગ્રેસ હંમેશા દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવે છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જીએ હાલમાં જ એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “મેં ઈન્ડિ બ્લોકની રચના કરી હતી, હવે તેનું સંચાલન કરવાની જવાબદારી મોરચાનું નેતૃત્વ કરનારાઓની છે. જો તેઓ તેનું યોગ્ય સંચાલન ના કરી શકે તો હું શું કરી શકું? હું એટલું જ કહીશ કે બધાને સાથે લઈને ચાલવું પડશે. જો મને તક મળશે તો હું તેની સુચારૂ કામગીરી સુનિશ્ચિત કરીશ. હું બંગાળની બહાર જવા માંગતો નથી, પણ હું તેને અહીંથી ચલાવી શકું છું."

Advertisement
Tags :
Advertisement