નીતિશ કુમાર ઈન્ડી ગઠબંધનથી કેમ દૂર થયા તે અંગે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતાએ કર્યો ખુલાસો
લખનૌઃ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશનના જનરલ સેક્રેટરી દીપાંકર ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, જનતા દળ (યુનાઈટેડ)ના વડા નીતિશ કુમારે રામ મંદિર મામલે ભાજપા તરફી લહેર હોવાના ભયના કારણએ ઈન્ડી ગઠબંધન છોડ્યું હતું, પરંતુ તેમનો ભય ખોટું સાબિત ઠર્યો છે. નીતીશ કુમારનો 'ડર' નિરાધાર સાબિત થયો છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીના પરિણામો જોયા પછી લાગે છે.
નીતીશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઈટેડ) બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ-કોંગ્રેસ-ડાબેરી મહાગઠબંધનનો ભાગ હતી અને વિપક્ષી 'ઈન્ડી' ગઠબંધનમાં સામેલ હતી. પરંતુ લોકસભાની ચૂંટણી પૂર્વે જ નીતિશ કુમર ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) જોડાયા હતા. ભટ્ટાચાર્યએ જણવ્યું હતું કે, 'મને નથી લાગતું કે અમે (ગઠબંધન) તેમને જવા દીધા. નીતીશ કુમાર કહેતા રહે છે કે 'હવે તે અહીં-ત્યાં કંઈ નહીં કરે.' જાન્યુઆરીમાં, કુમાર મહાગઠબંધન અને 'ઈન્ડી' ગઠબંધનથી દૂર થઈ ગયા હતા અને ભાજપ સાથે બિહારમાં નવી સરકાર બનાવી હતી.
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ લેનિન) લિબરેશનના જનરલ સેક્રેટરી ભટ્ટાચાર્યએ કહ્યું, 'સાચું કહું તો મને ખબર નથી કે તેમણે શા માટે છોડી દીધું, કારણ કે તેઓ મુખ્ય પ્રધાન હતા, તેઓ હજુ પણ મુખ્ય પ્રધાન છે. મને લાગે છે કે જો કોઈ કહે કે તેને કન્વીનર બનાવવામાં આવ્યો નથી, તો 'ઈન્ડી' ગઠબંધન પાસે આજ સુધી કોઈ કન્વીનર નથી. લોકસભા ચૂંટણી પહેલા 'કદાચ, તમે જાણો છો, ભયનું એક તત્વ હતું. જો કે, આ ડરનો કોઈ વાસ્તવિક આધાર નહોતો. રામ મંદિરમાં અભિષેક થયા પછી ઘણા લોકોને લાગ્યું કે આ દેશમાં લહેર છે. તેથી, સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ તેમના માટે સૌથી મહત્વની વૃત્તિ છે અને કદાચ તેથી જ તેઓએ આવું કર્યું હશે.