કોમર્શિયલ LPG સિલિન્ડર 51.50 રૂપિયા સસ્તો, ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત
03:35 PM Sep 01, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કમર્શિયલ LPG સિલિન્ડર હવે 51 રૂપિયા 50 પૈસા સસ્તો થયો છે. દિલ્હીમાં 19 કિલોગ્રામનો LPG સિલિન્ડર હવે ₹1,580માં મળશે. જોકે, 14 કિલો 200 ગ્રામ વજનના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Advertisement
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી કમર્શિયલ ગ્રાહકોને મોટી રાહત મળશે. ખાસ કરીને રેસ્ટોરન્ટ, હોટેલ અને અન્ય કમર્શિયલ સંસ્થાઓને તેનો સીધો ફાયદો થશે. આ ઘટાડો વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં થયેલા ફેરફારો અને અન્ય બજાર પરિબળોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા નિયમિત માસિક સુધારા હેઠળ અમલમાં લાવવામાં આવ્યો છે.
Advertisement
Advertisement