For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં સાતમ-આઠમમાં લોકમેળાનો પ્રારંભ

02:00 PM Aug 24, 2024 IST | revoi editor
જામનગરમાં સાતમ આઠમમાં લોકમેળાનો પ્રારંભ
Advertisement

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના લોકમેળાનું એક અનોખું આકર્ષણ રહેલું છે. ત્યારે જામનગરના લોકમેળા પણ ખૂબ જ પ્રખ્યાત છે. એવા સમયે જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે યોજાતો પારંપરિક લોકમેળો આ વખતે પણ શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે મોડી સાંજે જામનગરના મેયર અને ધારાસભ્યો સહિતના મહાનુભાવોની ઉત્પત્તિમાં આ લોકમેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

Advertisement

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ રાજકોટની દુર્ઘટના બાદ મેળામાં વિવિધ યાંત્રિક રાઇડ્સ સંચાલકોને મંજૂરીના અભાવે આ મેળો વિલંબમાં પડ્યો હતો અને તારીખ 20 ઓગસ્ટના રોજ શરૂ થનારો મેળો આખરે તમામ પ્રકારની મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થતા તારીખ 23 ઓગસ્ટના રોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

મોડી સાંજે જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયાના હસ્તે શ્રાવણી અને જન્માષ્ટમી લોકમેળો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ ધારાસભ્ય રિવાબા જાડેજા તથા મનપાના કમિશનર ડી.એન.મોદી તેમજ શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા સહિતના મહાનુભવો, નગરસેવકો અને મોટી સંખ્યામાં જામનગરના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના પગલે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે લોકમેળા દરમિયાન અનેક બાબતોની સાવચેતી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને મેળા દરમિયાન ખોટી ભીડભાડ ન થાય અને તમામ પ્રકારની સલામતી અને સાવચેતી રાખી શકાય તથા પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મેળાને સીસીટીવીથી નજર બંધ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેની પણ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે.

#JamnagarFestival #JanmashtamiFair #TraditionalFair #JamnagarMunicipality #ExhibitionGround #FairOpening #FestivalSeason #GujaratFestivals #SafetyMeasures #EventSecurity #PublicSafety #JamnagarEvents #CommunityCelebration #FestivalPreparations #SaurashtraEvents #CityCelebrations

Advertisement
Tags :
Advertisement