ધંધૂકા માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવકનો પ્રારંભ, પ્રથમ દિવસે 1500 મણની આવક
- યાર્ડમાં શ્રીફળ વધેરીને ચણાની હરાજીનો પ્રારંભ કરાયો
- ચણાના ભાવ 1130થી 1401 બોલાયો
- આ વખતે સાનુકૂળ હવામાનને લીધે ચણાનો સારો પાક
અમદાવાદઃ જિલ્લાના ધંધુકા એપીએમસીમાં ભાલ વિસ્તારના પ્રખ્યાત ચણાની હરાજીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. એપીએમસી ખાતે આવેલા હળપતિ હનુમાનજી મંદિર પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન ચેતનસિંહ ચાવડા, વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચુડાસમા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરીને ચણાની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ધંધુકા અને ધોલેરા સહિતના ભાલ વિસ્તારમાં ચણાનું ઉત્પાદન સારૂ થાય છે, આ વિસ્તારમાં ઘઉં અને ચણાની ખેતી મુખ્ય ગણાય છે. આ વખતે સાનુકૂળ વાતાવરણને કારણે ચણાનું મબલખ ઉત્પાદન થયું છે. અને ધંધુકા એપીએમસીમાં ચણાની આવક શરૂ થતાં હરાજીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસની હરાજીમાં 1500 મણ ચણાની આવક નોંધાઈ હતી, જેમાં સૌથી ઊંચો ભાવ રૂ.1401 અને સૌથી નીચો ભાવ રૂ.1130 નોંધાયો હતો. કાર્યક્રમમાં ડિરેક્ટર કનુભાઈ નકુમ, રાજેશ મકવાણા, સજ્જનસિંહ ચુડાસમા તેમજ અગ્રણી વેપારી પૃથેશભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
બજાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રોજની 15,000થી 17,000 મણ ચણાની આવક થવાનો અંદાજ છે. ભાલ વિસ્તારના ચણાની ગુણવત્તા અને માંગને જોતાં આ વર્ષે સારા ભાવની આશા ખેડુતો રાખી રહ્યા છે. પ્રથમ દિવસની હરાજીમાં 1500 મણ ચણાની આવક નોંધાઈ હતી, જેમાં સૌથી ઊંચો ભાવ રૂ.1401 અને સૌથી નીચો ભાવ રૂ.1130 નોંધાયો હતો. આસ સારી ક્વોલીટીના ચણાનો સારો ભાવ મળી રહ્યો છે.