For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

યાત્રાધામ અંબાજીમાં 1200 કરોડના વિકાસના કામોનો પ્રારંભ

02:57 PM Dec 01, 2024 IST | revoi editor
યાત્રાધામ અંબાજીમાં 1200 કરોડના વિકાસના કામોનો પ્રારંભ
Advertisement
  • અંબાજી મંદિર અને ગબ્બરને જોડતા 2.5 કિમીના શક્તિપથના કામનો આરંભ,
  • ત્રણ ફેઝમાં થનારી કામગીરીમાં પ્રથમ તબક્કાનું કામ શરૂ
  • 51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર સર્કલ સુધી અંડરપાસ-વોકવે બનશે

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી મંદિરથી ગબ્બરને જોડતા 2,5 કીમીના શક્તિપથના કામનો પ્રારંભ થયો છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે 1200 કરોડના કામો હાથ ધરાશે, ત્રણ ફેઝમાં થનારી આ કામગીરીમાં પ્રથમ તબક્કામાં 51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર સર્કલ સુધી અંડરપાસ-વોકવે બનશે. ત્યારબાદ શક્તિદ્વારથી ગબ્બર કોરિડોરનું કામ પણ પૂરું કરવામાં આવશે. જેના માટે સરકારી વિભાગોની મિલ્કતો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ  ખાનગી મિલ્કતો દૂર કરવા સરકારને જાણ કરાઇ છે.

Advertisement

યાત્રાધામ અંબાજીના વિકાસ માટે રૂપિયા 1200 કરોડની યોજના હાથ ધરવામાં આવી છે, સમગ્ર પ્રોજેકટ પુરો થતાં યાત્રાધામ અંબાજીની કાયાપલટ થશે. ટ્રાફિક સહિતની સમસ્યાથી કાયમી છુટકારો મેળવી ભાવિકો અંબાજીના દર્શન કરી શકશે. વિકાસના કામો દરમિયાન ભાદરવી પૂનમનો મેળો બંધ નહી રહે. અને માતાજીના દર્શન માટે રોજબરોજ આવતા યાત્રિકોને પણ કોઈ પરેશાની ન થયા તે માટે ધ્યાન રાખવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લાના અધિક કલેકટર કૌશિક મોદીએ જણાવ્યું હતુ કે, સૌથી વિશેષ ગબ્બર પર્વત દેવી સતીના હૃદયનું સ્થાન (જ્યોત) અને વિશા યંત્ર જ્યાં હાલ મંદિર આવેલું છે તેને જોડવા 2.5 કિલોમીટરનો માર્ગ બનાવવાનું આયોજન થયું છે. શહેરી રસ્તાથી અલગ જ આ વૈકલ્પિક માર્ગ બનશે. ગબ્બર અને મંદિરને જોડતા માર્ગને શક્તિપથ નામ અપાશે. શક્તિપથ અંતર્ગત ગબ્બર, વિશા યંત્ર મંદિર, માનસરોવર, રેલવે સ્ટેશન અને કામાક્ષી માતા મંદિરને જોડવામાં આવશે.સમગ્ર પ્રોજેકટ પુરો થયા પછી યાત્રાધામ અંબાજીની કાયાપલટ થશે. ટ્રાફિક સહિતની સમસ્યાથી કાયમી છુટકારો મેળવી માઇભક્તો સુખરૂપ મા અંબાજીના દર્શન કરી શકશે.જોકે, વિકાસના કામો દરમિયાન ભાદરવી પૂનમનો મેળો બંધ નહી રહે. પ્રથમ તબક્કામાં ગબ્બર સર્કલ અને અંબાજી સર્કલ તૈયાર થશે, અંડરપાસ-વે બનશે, રાહદારીઓ માટે રસ્તો બનશે, દિવ્યદર્શની ચોક બનશે, શક્તિપથ-2નું કાર્ય થશે, નિશ્ચિત વિવિધ સુવિધાને લગતાં કાર્યો થશે, પાર્કિંગ અને આગમન પ્રાંગણ બનશે, સુવિધા પૂરી પાડવા માટેની ઈમારતો તૈયાર થશે

Advertisement

Advertisement
Tags :
Advertisement