For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળાની તૈયારીઓ માટે કલેકટરએ સમીક્ષા કરી

05:20 PM Aug 12, 2025 IST | Vinayak Barot
સુપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળાની તૈયારીઓ માટે કલેકટરએ સમીક્ષા કરી
Advertisement
  • તરણેતરના ભાતીગળ મેળા માટે લાઈટિંગ, મંડપ વગેરેનો 40 લાખનો કોન્ટ્રાક્ટ અપાયો,
  • તરણેતરના મોળામાં ગ્રામીણ ઓલિમ્પિક"નું આયોજન કરાશે,
  • સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વાગત વ્યવસ્થા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી

સુરેન્દ્રનગરઃ ગુજરાતનો સુપ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ લોકમેળો આગામી તા. 26મી ઓગસ્ટથી યોજાશે. આ લોકમેળા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે મેળાના આયોજન સંદર્ભે રસ્તા, પાર્કિંગ, NDRF ટીમ, બસ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, તળાવ અને મેળાના મેદાનની સફાઈ, સ્વચ્છતા, સ્ટેજ રીનોવેશન અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલમ્પિક્સ, પશુ સ્પર્ધા, સંચાર વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વાગત વ્યવસ્થા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મેળા માટે ચાર અલગ-અલગ કેટેગરીમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. લાઇટ ડેકોરેશન, સાઉન્ડ અને જનરેટર વ્યવસ્થા માટે રૂ. 21.77 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જ્યારે મંડપ સર્વિસ માટે રૂ. 16.46 લાખનો કોન્ટ્રાક્ટ અપાયો છે.

Advertisement

તરણેતર લોક મેળો 2025 માટે GeM પોર્ટલ પર બહાર પાડવામાં આવેલા ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. નાયબ કલેકટર એચ.ટી.મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કમિટીની બેઠકમાં એજન્સીઓ સાથે નેગોસિએશન કરવામાં આવ્યું હતુ..મેળા માટે ચાર અલગ-અલગ કેટેગરીમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા તરણેતરના લોક મેળા દરમિયાન "20મી ગ્રામીણ ઓલિમ્પિક"નું આયોજન થશે. આ કાર્યક્રમનું આયોજન રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી દ્વારા કરવામાં આવી રહ્યું છે. લોકમેળાના બીજા દિવસે ઓપન કેટેગરીમાં નારિયેળ ફેંક, માટલા દોડ, વોલીબોલ અને કબડ્ડીની સ્પર્ધાઓ યોજાશે. પુરુષો માટે સ્ટ્રોન્ગેસ્ટ મેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ અને સાતોડી (નારગોલ)ની સ્પર્ધા રાખવામાં આવી છે.

Advertisement

જિલ્લા કલેક્ટરે મેળાના આયોજન સંદર્ભે રસ્તા, પાર્કિંગ, NDRF ટીમ, બસ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, તળાવ અને મેળાના મેદાનની સફાઈ, સ્વચ્છતા, સ્ટેજ રીનોવેશન અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલમ્પિક્સ, પશુ સ્પર્ધા, સંચાર વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વાગત વ્યવસ્થા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement