For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો

11:17 AM Nov 23, 2024 IST | revoi editor
ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો
Advertisement

અમદાવાદઃ રાજ્યમાં ઠંડી વધતાં શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછું 12 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમરેલી અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Advertisement

તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. ગુજરાતના 13 શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચી જાય તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી એક અઠવાડિયું 17 ડિગ્રીની તાપમાન રહી શકે છે.

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. જેના કારણે આગળના દિવસોમાં રાજ્યમાં ઠંડો પવન ફૂંકાવા લગાશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે.

Advertisement

અમદાવાદ, અમરેલી,અરવલ્લી, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, મોરબી, મહેસાણા, કચ્છ, ખેડા, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement