ગુજરાતમાં ઠંડી યથાવતઃ પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ
• સૌરાષ્ટ્રમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી
• ઠંડીને પગલે જનજીવન ઉપર અસર
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમિયાન પોરબંદર અને રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનું જોર વધવાની આગાહી વ્યક્ત કરી છે તેમાં પણ રાજકોટ અને પોરબંદર એમ બે જિલ્લામાં આજે અને આવતીકાલે કોલ્ડ વેવ ની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત અને ક્ચછમાં લઘુત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો પણ થવાની સંભાવના છે એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત ઠડીમાં આંશિક ઘટાડો જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે. બીજી તરફ રાજ્યમાં ઠંડીના ચમકારાને પગલે પગલે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે.ઠંડીને પગલે જનજીવન ઉપર પણ સામાન્ય અસર પડી છે.